Placeholder canvas

મોદીએ બંગાળની ઘટનાંમાં જે શબ્દો કહ્યા હતા તે મોરબીમાં પણ કહેવાની જરૂર હતી -શક્તિસિંહ ગોહિલ

મોરબી માં બનેલો ગોઝારી ઘટના થી આખું ગુજરાત કાંપી ઉઠ્યું છે. ત્યારે આવી સ્થિતિ માં લોકો ની વાતને વાચા આપવા માટે શક્તિસિંહ ગોહિલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હોવાનું પ્રેસ કોન્ફરન્સમાં મોરબી દુર્ઘટનામાં વડાપ્રધાન મોદીના બેવડા વલણ સામે આકરા પ્રહારો કરી પુલ તૂટવાની ઘટનામાં તમામ જવાબદાર સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી.

ત્યારે પ્રેસ કોન્ફરન્સમાં શક્તિસિંહ ગોહિલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ પ્રશ્ન રાજકારણનો નથી, જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે જો લોકોની વાત મૂકવી એ અમારો ધર્મ છે. ઉપરાંત ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે ચૂંટણી આવતી હોવાના કારણે કોઈ પણ તાંત્રિક મંજૂરી વગર આ પુલ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો જેના લીધે ઘણા લોકોને પોતાના જીવ ગુમાવવા પડ્યા છે. પુલ ખુલ્લા મુકવાના સમયે સમગ્ર મોરબીની અંદર હોર્ડીંગ્સ લગાવવા માં આવ્યા હતા અને આ ઘટના પછી રાતો રાત જ હોર્ડીંગ્સ ઉતરી ગયા હતા. તાંત્રિક મંજૂરી વગર પુલ કેમ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો ?, પુલ પર કેમ એટલા લોકોને જવા દીધા, આ રોકવાની જવાબદારી શું સરકારની નોતી? જેવા અનેક પ્રશ્નો સરકાર વિરૂદ્ધ ઉઠાવ્યા હતા.

ઉપરાંત વધુ માં કટાક્ષ કરતા કહ્યું હતું કે બંગાળમાં પુલ તૂટવાની ઘટના વિશે મોદી જે બોલ્યા હતા તેની કેસટ વગાડીને સંભળાવી હતી. જેમાં મોદીએ બંગાળમાં પુલ તૂટવાની ઘટનાની આકરી ટીકા કરી આ ઘટના કુદરતી સર્જિત નહિ પણ ચૂંટણી સમયે મમતા બેનર્જીની સરકારની મેલી રમતને કારણે પુલ તૂટ્યો અને ભગવાને આ ઘટનાથી સંદેશ આપ્યો કે તમે કેવી સરકાર ચાલવો છે. ત્યારે શક્તિસિંહ કહ્યું હતું કે વડાપ્રધાને બંગાળ કરતા પણ મોરબીની મોટી આ દુર્ઘટના વિશે આ બંગાળના શબ્દોને અહીં દોહરાવવાની જરૂર હતી. ઉપરાંત કહ્યું હતું કે સરકારની બનેલી કમિટી થી સત્ય બહાર નહિ આવે માટે હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટના જજની ટીમ બનાવી જોઈ એ જેથી બીજે ક્યાંય આવી ઘટના બને તો દરેક જગ્યાએ આવું ક્યાંય ભૂલ કોઈ ના કરે અને કરણવગર કોઈ ને જીવ ના ગુમાવવા પડે. ઉપરાંત તેમને વધુ માં જણાવ્યું હતું કે તેમની પાસે કોન્ટ્રાક્ટ ની કોપી છે અને તેમાં બધા જ મુલાકાતીઓ માટેના ભાવ લખ્યા છે ૧૭ રૂપિયા બે વર્ષ પછી કરી સકાય અત્યારે નહિ તેવો ઉલ્લેખ પણ કોન્ટ્રાક્ટ માં કરવામાં આવ્યો છે.ત્યારે આ કોન્ફરન્સ દરમિયાન ભાજપ સરકાર પર તીખા અને કટાક્ષ ભર્યા પ્રહારો કર્યા હતા.

શક્તિસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું એક વડાપ્રધાન તરીકે તેમના માટે આખો દેશ એક સમાન છે અને તમામ રાજ્યોમાં જવાબદારી તેમની બને છે. આવા પદ પર બિરાજમાન થઈને બીજા રાજ્યની અન્ય સરકારમાં બનેલી દુર્ઘટનાને વખોડવી અને પોતાની સરકારમાં હાલ બનેલી મોટી મોરબીની દુર્ઘટનાને છાવરવી એ કર્યાનો ન્યાય છે ? જો બંગાળમાં જે શબ્દો બોલ્યા હતા તે શબ્દો અહીં મોરબીમાં બોલીને પોતાની સરકારના ચૂંટણી સમયે વાહવાહી લૂંટવાની વાતને કાન આમળ્યો હોત તો ખરેખર એક વડાપ્રધાનની ઉજળી છબી બની જાત. જો કે આ પુલને તાંત્રિક મજૂરી વગર ચાલુ કરી દીધો એમ સીધી સરકારની ગેરજવાબદારી બને છે. પુલ ખુલ્લો મુક્યો ત્યારે ભાજપે આ પુલથી વિકાસ કર્યો તેવા મોટા હોર્ડિંગ માર્યો હોવાનો કોગ્રેસે દાવા કર્યા હતા અને પુલ તૂટતા હોડીગ ઉતારી લેવાયા હોવાના આક્ષેપ કર્યા હતા. ચૂંટણી સમયે પુલ ખુલ્લો મૂકીને લોકોની વાહવાહી કે મત મેળવવાની ભાજપની મેલી મુરાદ હાલ આ દુર્ઘટનાથી ખુલ્લી ગઈ છે.

આ સમાચારને શેર કરો