ગોંડલ નવા માર્કેટિંગયાર્ડ પાસે ટ્રક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત.
ગોંડલ નેશનલ હાઇવે પર આવેલ નવા માર્કેટયાર્ડ પાસે બપોરના સમયે અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. કેશોદ તરફથી આવતી કારને પાછળથી ટ્રકના ડ્રાઈવરે હડફેટે લીધી હતી. 200 મીટર રાજકોટ તરફ ઢસડી ચાલુ ટ્રકે ડ્રાઈવરે જમ્પ લગાવી નાસી છૂટ્યો હતો અને ટ્રક હાઇવે પરથી સર્વિસ રોડની ગ્રીલ તોડી ડિવાઈડરમાં ફસાઈ જવા પામ્યો હતો.
કાર ચાલક કેશોદથી રાજકોટ જતા હતા. કારમાં સવાર 4 બાળકી, 2 મહિલા અને 2 પુરુષોનો આબાદ બચાવ થવા પામ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં જ ગોંડલ શહેર પોલીસ ઘટનાસ્થળે પહોંચી નાસી છુટેલ ડ્રાઈવરની શોધખોળ હાથ ધરી હતી.