રાજકોટમાં પતિએ પત્નીને માથામાં હથોડી ઝીંકી, ગળે તણી ફેરવી મોતને ઘાટ ઉતારી દીધી.
રાજકોટના થોરાળા વિસ્તારમાં ગંજીવાડામાં આજે યુસુફ શામદારે પોતાની પત્ની જાયદાબેનને મોતને ઘાટ ઉતારી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બન્ને વચ્ચે કોઈ કારણોસર માથાકૂટ થતા યુસુફે જાયદાબેનના માથામાં હથોડીના ઘા ઝીંક્યા હતા. બાદમાં ગળા પર તણી ફેરવી હતી. આથી જાયદાબેનનું મોત નીપજ્યું હતું. બાદમાં હત્યારા યુસુફે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો
ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી ગઈ હતી અને યુસુફને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. બાદમાં જાયદાબેનના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે સિવિલ હોસ્પિટલે પરિવારજનોના નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બન્ને વચ્ચે માથાકૂટ કઈ બાબતે થઈ તે અંગે હજી જાણવા મળ્યું નથી. પોલીસે હાલ યુસુફ વિરોધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આરોપી યુસુફ શામદાર માનસિક રીતે પીડાતો હોવાની પણ એક ચર્ચા ઉઠી છે. તેમજ અગાઉ હત્યાની કોશિશમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું જાણવા મળ્યું છે. જાયદાબેનની હત્યાથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.