Placeholder canvas

ભારતની જીત: સેમીમાં શામીની સાત વિકેટ: ફાઈનલમાં પહોંચ્યું ભારત…


🏆 કોહલી-શ્રેયસનું શ્રેષ્ઠ પ્રદર્શન, શમીએ લીધી 7 વિકેટ
🏆 ભારતે ન્યૂઝીલેન્ડને જીત માટે આપ્યો હતો 398 રનનો ટાર્ગેટ ન્યૂઝીલેન્ડ 70 રને હાર્યું,

કાલે વર્લ્ડ કપ 2023માં આજે (15 નવેમ્બર) મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ટૂર્નામેન્ટનો પહેલો સેમીફાઈનલ મુકાબલો રમાયો હતો. ટીમ ઈન્ડિયાએ આ વખતે વર્લ્ડ કપમાં સતત 10 મેચ જીતી છે. ટીમ ઈન્ડિયાએ આ સેમીફાઈનલથી મેનચેસ્ટરમાં 2019 વર્લ્ડકપમાં કીવી ટીમથી મળેલી હારનો બદલો પણ લઈ લીધો છે. આજની મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય લીધો હતો. રોહિત શર્માનો ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય શ્રેષ્ઠ સાબિત થયો છે.

ભારત 70 રને જીત્યું, પહોંચ્યું ફાઈનલમાં, ન્યૂઝીલેન્ડની હાર

ભારતીય બેટ્સમેનોએ જબરદસ્ત બેટિંગ કરીને 50 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 397 રન બનાવ્યા હતા. તો ન્યૂઝીલેન્ડને 398 રનનો ટાર્ગેટ મળ્યો હતો. તો ભારતે બનાવ્યો સેમીફાઈનલમાં સૌથી મોટા સ્કોરનો રેકોર્ડ બનાવ્યો હતો. જોકે આ મોટા સ્કોર સામે ન્યૂઝીલેન્ડની 70 રને હાર થઈ છે.

ભારતીય ટીમે 4 વર્ષ બાદ લીધો કીવી ટીમથી બદલો

આ જીત સાથે જ ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે 2019 મેનચેસ્ટરનો બદલો પણ લઈ લીધો છે. જોકે, ત્યારે વર્લ્ડ કપ સેમીફાઈનલમાં કીવી ટીમના હાથે વિરાટ કોહલીની કપ્તાની વાળી ભારતીય ટીમને હાર મળી હતી. હવે રોહિત શર્માના નેતૃત્વમાં તે હારનો બદલો લઈ લીધો છે.

ફાઈનલમાં પહોંચી ભારતીય ટીમ, 19 નવેમ્બર થશે મહામુકાબલો

હવે ભારતીય ટીમ ત્રીજી વખત વર્લ્ડ કપ ચેમ્પિયન બનવાથી એક જીત દૂર છે. હવે ટીમ ઈન્ડિયાને ફાઈનલ મુકાબલો રમવાનો છે. આ મહામુકાબલો 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ ફાઈનલમાં ભારતની ટક્કર બીજા સેમીફાઈનલના વિજેતા ઓસ્ટ્રેલિયા અથવા સાઉથ આફ્રિકા સાથે થશે.

મોહમ્મદ શમીએ ઝડપી 7 વિકેટ

ન્યૂઝીલેન્ડની ટીમની 70 રને હાર થઈ છે. મોહમ્મદ શમીએ ટિમ સાઉદી, લોકી ફર્ગ્યુસન, ડેરેલ મિચેલ, ટોમ લથમ આઉટ, કેન વિલિયમસન, રચીન રવીન્દ્ર અને ડેવોન કોન્વેને આઉટ કર્યા હતા. આમ, શમીએ આ મેચમાં કુલ 7 વિકેટ ઝડપી

વિરાટે તોડ્યો સચિનનો રેકોર્ડ

ભારતનો સ્કોર 290ને પાર થઈ ચૂક્યો, ત્યારે કોહલીએ 105 બોલમાં 100 રન પૂર્ણ કર્યા, વિરાટ કોહલી આજે સૌથી વધુ વર્લ્ડ કપ રન બનાવનારો ખેલાડી બન્યો હતો. આ સાથે તે પોતાની ઈન્ટરનેશનલ વનડે કારકિર્દીની 50મી સદી ફટકારી દીધી છે. આ ફોર્મેટમાં સૌથી વધુ 49 સદી ફટકારનાર સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. હવે કોહલી આ સિદ્ધિ હાંસલ કરનારો વિશ્વનો પ્રથમ અને એકમાત્ર ખેલાડી બની ગયો છે.

વર્લ્ડ કપમાં રોહિત શર્માના સૌથી વધુ છગ્ગા

સેમીફાઈનલમાં ભારતની તોફાની શરૂઆત થઈ હતી. 6 ઓવરમાં જ ભારતનો સ્કોર 50 રનને પાર થયો હતો. ત્યારે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ વર્લ્ડ કપમાં વધુ એક રેકોર્ડ તોડ્યો છે. રોહિતના નામે વર્લ્ડ કપમાં સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ નોંધાયો છે. તેઓ વર્લ્ડ સિક્સર કિંગ બન્યા છે. વર્લ્ડ કપમાં 51 છગ્ગા લગાવીને ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો છે.

મોહમ્મદ શમીનો વર્લ્ડ કપમાં સૌથી ઝડપી 50 વિકેટ લેવાનો રેકોર્ડ

મોહમ્મદ શમીએ ન્યૂઝીલેન્ડ સામે ત્રીજી વિકેટ લઈને વર્લ્ડ કપમાં પોતાની 50 વિકેટ પૂરી કરી હતી. આ માટે તેણે માત્ર 17 ઇનિંગ્સ લીધી, જે ટુર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી ઝડપી છે. તેણે ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્કનો રેકોર્ડ તોડ્યો, જેણે 19 ઇનિંગ્સમાં 50 વિકેટ લીધી હતી.

PM Modi Praise Shami: ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 70 રને હરાવીને ચોથી વખત વનડે વિશ્વકપની ફાઈનલમાં જગ્યા બનાવી છે. હવે ભારતનો સામનો દક્ષિણ આફ્રિકા કે ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી બીજી સેમિફાઈનલમાંથી જે જીતશે તેની સામે થશે. બુધવારે રમાયેલી પ્રથમ સેમિફાઈનલમાં પહેલા બેટરનું બેટ બોલ્યું અને બાદમાં બોલર્સની બોલબાલા રહી. ખાસ કરીને મોહમ્મદ શમીની જે ન્યૂઝીલેન્ડ સામે સુપરસ્ટાર રહ્યો હતો.

શમીએ સેમિફાઈનલમાં ઈતિહાસ રચ્યો
મોહમ્મદ શમીએ પોતાના સ્પેલની 9.5 ઓવરમાં 57 રન આપીને 7 વિકેટ લીધી. જ્યારે મેચ હાથમાંથી જઈ રહ્યો હતો ત્યારે શમીએ તારણહાર બન્યો અને તેણે ટીમ ઈન્ડિયાને સફળતા અપાવી. દરેક લોકો શમીની પ્રશંસા કરે છે. વડાપ્રધાન મોદીપોતે ટ્વીટ કરીને શમીના ભારોભાર વખાણ કર્યા. વડાપ્રધાન મોદીએ લખ્યું કે- આવનારી પેઢી શમીના આ પરફોર્મન્સને યાદ રાખશે.

PM મોદીએ ટ્વીટ કર્યું
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી લખ્યું- આજની સેમિફાઈનલ શાનદાર વ્યક્તિગત પ્રદર્શનના કારણે વધુ ખાસ બની ગઈ. આ રમતમાં અને વિશ્વકપમાં મોહમ્મદ શમીની બોલિંગને ક્રિકેટ પ્રેમી આવનારી પેઢી સુધી યાદ રાખશે. સારું રમ્યા શમી.

આ પહેલા વિરાટ કોહલીએ વનડેમાં 50મી સેન્ચુરી ફટકારી સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો, જે બાદ શમીએ સાત વિકટે લઈને કમાલ દેખાડી. શમીએ પોતાના કરિયારનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા 57 રન આપીને 7 વિકેટ લીધી અને એક નવો રેકોર્ડ બનાવ્યો. આ પહેલો પ્રસંગ છે જ્યારે ભારતના કોઈ બોલરે વનડેમાં 7 વિકેટ લીધી હોય.

Today’s Semi Final has been even more special thanks to stellar individual performances too.

The bowling by @MdShami11 in this game and also through the World Cup will be cherished by cricket lovers for generations to come.

Well played Shami!— Narendra Modi (@narendramodi) November 15, 2023

PM મોદીએ શમીને શુભેચ્છા આપતાની સાથે ટીમ ઈન્ડિયા ફાઈનલમાં જગ્યા બનાવી તેના પણ અભિનંદન આપ્યા. વડાપ્રધાને લખ્યું- ટીમ ઈન્ડિયા અભિનંદન. ભારતે શાનદાર પ્રદર્શન કર્યું અને શાનદાર અંદાજમાં ફાઈનલમાં પ્રવેશ કર્યો. શાનદાર બેટિંગ અને સારી બોલિંગે આપણી ટીમ માટે મેચમાં જીત અપાવી. ફાઈનલ માટે શુભકામના.

Congratulations to Team India!

India puts up a superlative performance and enters the Finals in remarkable style.

Fantastic batting and good bowling sealed the match for our team.

Best wishes for the Finals!— Narendra Modi (@narendramodi) November 15, 2023

ભારત ચોથી વખત વિશ્વકપની ફાઈનલમાં
ભારત આ પહેલા 1987, 1996, 2015 અને 2019માં સેમિફાઈનલથી આગળ વધી શક્યું ન હતું. ચાર વર્ષ પહેલા માનચેસ્ટરમાં ન્યૂઝીલેન્ડે ભારતને હરાવ્યું હતું. જેનો હિસાબ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં વાળવામાં આવ્યો. ભારત આ પહેલા 1983, 2003 અને 2011માં ફાઈનલમાં પહોંચ્યું હતું, જેમાંથી બે વખત સફળતા મળી છે.

આ સમાચારને શેર કરો