Placeholder canvas

એ સ્વેટર અને ધાબળા કાઢી રાખજો : 22 ડિસેમ્બરથી કડકડતી ઠંડી પડવાની આગાહી

રાજ્યમાં ધીરે ધીરે ઠંડીનું જોર વધી રહ્યું છે.તેવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ઠંડીને લઈ આગાહી કરી છે. 22 ડિસેમ્બરથી કડકડતી ઠંડી પડશે, જેથી આપણે અત્યારથી જ સ્વેટર અને ધાબળા કાઢી રાખવા… એટલે જયારે પડે ત્યારે ઠઠાળી દેવા થાય….!!!

હવામાન નિષ્ણાંત અંબાલાલના જણાવાયા અનુસાર બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં ભેજના કારણે ગુજરાતના મોટાભાગના શહેરોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. આ ઉપરાંત ઠંડી અંગે તેમણે આગાહી કરતા જણાવ્યું કે શિયાળામાં એક પછી એક વેસ્ટન ડીસ્ટર્બન્સ આવતા જશે અને તેના પરિણામે રાજ્યમાં 22 ડિસેમ્બરથી ઠંડીનો માહોલ શરૂ થશે ખાસ જાન્યુઆરી માસમાં ભુક્કા બોલાવી દે તેવી ઠંડી પડશે.

આ સમાચારને શેર કરો