Placeholder canvas

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસના પીડિતોની સરકારી વકીલને હટાવવા માગ…

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસના પીડિતોની માગ જયસુખ પટેલની જામીન અરજીમાં આરોપી પક્ષની તરફેણ કરવા બદલ પીડિતોએ સરકારી વકીલને હટાવવા માગ કરી છે. ગુજરાત હાઇકોર્ટમાં મોરબી બ્રિજ અકસ્માત કેસના મુખ્ય આરોપી જયસુખ પટેલની જામીન અરજી ઉપર સુનાવણી હાથ ધરાઇ હતી. જેની ઉપર દિવ્યેશ જોશીની અરજી પર કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો, પરંતુ આ સુનવણી દરમિયાન રાજ્ય સરકાર વતી ઉપસ્થિત થયેલા એડિશનલ એડવોકેટ જનરલ મિતેષ અમીને આરોપીના જામીનનો વિરોધ કરવાની જગ્યાએ કોર્ટને વિવેકશક્તિ વાપરીને નિર્ણય કરવાનું કહ્યું હતું અને આરોપીની તરફેણ કરી હતી.

સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, મોરબી બ્રિજ અકસ્માત કેસમાં ટ્રાયલ શરૂ થતાં વાર લાગશે, આરોપી પાછલા 10 મહિનાથી જેલમાં છે, આરોપી બિઝનેસ પર્સન હોવાથી ભાગી જાય તેમ નથી. જેથી કોર્ટે પોતાની વિવેકશક્તિને વાપરીને નિર્ણય કરવો જોઈએ. આ દલીલો સ્પષ્ટપણે જયસુખ પટેલને જામીન આપવા તરફી સરકારી વકીલનું વલણ દર્શાવે છે. સરકારી વકીલની દલીલો સાંભળીને મોરબી બ્રિજ દુર્ઘટનામાં મૃતકોના પરિજનોને આઘાત લાગ્યો હતો. પીડિતોએ કહ્યું હતું કે, જયસુખ પટેલ પ્રથમદર્શી ગુનેગાર છે. આ સંવેદનશીલ કેસમાં સરકારી વકીલે અસંવેદશીલતા દર્શાવી છે. સરકારી વકીલનું વલણ રાજ્યનું વલણ દર્શાવે છે.

દલીલોની યુ ટ્યુબ લિંક અરજી સાથે જોડી છે. આથી 111 પીડિતોના ટ્રેજેડી વિક્ટીમ એસોસિએશને પ્રધાનમંત્રી ઓફિસ, કેન્દ્રીય કાયદા મંત્રાલય, મુખ્યમંત્રી ઓફિસ, હાઈકોર્ટના ચીફ જજ અને રાજ્યના કાયદા વિભાગને પત્ર લખીને મોરબી બ્રિજને લગતા તમામ કેસમાંથી એડિશનલ એડવોકેટ જનરલ મિતેષ અમીનને હટાવવા માગ કરી હતી. તેમની સામે પગલા લેવા માગ કરી હતી. જયસુખ પટેલની જામીન અરજી ઉપર હાઇકોર્ટમાં થયેલી દલીલોની યુ ટ્યુબ લિંક પણ અરજી સાથે જોડી હતી.

આ સમાચારને શેર કરો