Placeholder canvas

લે બોલ !! એર કમ્‍પ્રેસરથી કપડા પરથી ધૂળ ખંખેરતા ગુદ્દા માર્ગે હવા ભરાઇ ગઈ !!, યુવાન બેભાન

વાંકાનેર : વાંકાનેરના ઢુવામાં નજીક આવેલ એક ફેકટરીમાં કપડા ઉપરથી ધૂળ ખંખેરતી વખતે મુળ બિહારના ચાલીસ વર્ષના યુવાનના ગુદ્દા માર્ગે એર કમ્‍પ્રેશરની નળીમાંથી હવા ભરાઇ જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે. કપડા પરની ધૂળ તેનો નાનો ભાઇ એર કમ્‍પ્રેસરની નળી ચાલુ કરીને ઉડાડતો હતો ત્‍યારે આ બનાવ બન્‍યાનું પોલીસ સમક્ષ જાહેર કરાયું હતું.

આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મુળ બિહારનો બબલુ હરિહર ભુઇયા (ઉ.40) નામનો યુવાન ગત સાંજે વાંકાનેરના ઢુવામાં સ્‍ટોન કંપનીમાં કામ કર્યા બાદ કપડા ઉપર રહેલી માટી ખંખેરતો હતો ત્યારે ગુદ્દા માર્ગે હવા ભરાઇ જતાં પ્રથમ મોરબી સારવાર અપાવી બાદમાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં રાજકોટ પોલીસે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી. વધુમાં પ્રાથમિક નોંધમા યુવાનના ગુદ્દા માર્ગે તેના નાના ભાઇ કનૈયા ભુઇયાએ એર કમ્‍પ્રેસરની નળીથી હવા ભરી દીધાનું જણાવાયું હતું.જો કે કનૈયાએ એવું કહ્યું હતું કે માટીના કારખાનામાં બધા કામ કરતાં હોઇ કામ પુરૂ થયા બાદ કપડા પર માટી ચોંટી હોઇ તે દૂર કરવા એર કમ્‍પ્રેસરની નળી ચાલુ કરી ધુળ ઉડાડતો હતો ત્‍યારે અકસ્‍માતે ગુદ્દા માર્ગે હવા ભરાઇ ગઇ હતી. બબલુ બેભાન હોઇ તે ભાનમાં આવ્‍યે પોલીસ વધુ તપાસ કરશે.

આ સમાચારને શેર કરો