Placeholder canvas

મોરબી:આશાવર્કર-ફેસિલિટરોના પડતર પ્રશ્નો ઉકેલવા રજૂઆત

મોરબી : છેલ્લા ઘણા સમયથી ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયન દ્વારા આશા વર્કર-ફેસિલિએટરોના પડતર પ્રશ્નો બાબતે રજૂઆતો કરવામાં આવી રહી છે. તેઓએ આજે મોરબી કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને પણ લેખિત રજૂઆત કરીને પડતર પ્રશ્નો ઉકેલવા જણાવ્યું છે.

ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયન દ્વારા મોરબીના કલેક્ટર અને ડીડીઓને જણાવાયું છે કે, હેલ્થ વિભાગ હેઠળ 40 હજાર આશા વર્કરો અને ફેસિલિએટર બહેનો જે વર્ષ 2005થી સેવા બજાવે છે તેઓને કાયમી કરીને ફિક્સ પગાર કરવામાં આવે. અન્ય રાજ્યની માફક લઘુતમ વેતન ચુકવવામાં આવે તથા ઈન્સેન્ટીવ ચુકવવામાં આવે. તમામ ચુકવણા દર મહિનાની 1 થી 10 તારીખ સુધીમાં ચુકવી દેવામાં આવે. બાકી રહેલા તમામ ચુકવણા તુરંત જ ચુકવવા આદેશ કરવામાં આવે. સરકારના પરિપત્ર મુજબ જ કામ પર બોલાવવામાં આવે અને કામના કલાક નક્કી કરવામાં આવે. આ ઉપરાંત પ્રમોશન, ડ્રેસ, પેન્શન-ગ્રેચ્યુઈટી, પીએફ, રજાની જોગવાઈ, બોનસ, કામના વળતર સહિતના પ્રશ્નો ઉકેલવા રજૂઆત કરવામાં આવી હતી.

આ સમાચારને શેર કરો