વાંકાનેરમાં વહેલી સવારથી કમોસમી છાંટા ચાલુ…

હવામાન ખાતાની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો આવ્યો છે, ગઈકાલથી ક્યારેક ક્યારેક છાંટા પડી જતા હતા. જે આજે વહેલી સવારથી વાંકાનેર પંથકમાં કમોસમી છાંટા શરૂ થઈ ગયા છે.

આ કમોસમી છાંટાથી ખેડૂત ચિંતામાં મુકાઇ ગયો છે, ખેતી માં ઉભેલા પાકમાં આ કમોસમી છાંટાના કારણે નુકસાની થશે તેમજ તેમને બચાવવા માટે વધારે ખર્ચો કરવો પડશે આમ પાક બગડશે ઉપરાંત પાકના ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થશે.

આ કમોસમી છાંટામાં પલળવાથી રોગચાળો પણ વકરશે,એક બાજુ કોરોના કેસો દિવસે દિવસે વધી રહ્યા , ઓમિક્રોનની પણ એન્ટ્રી થઈ ચૂકી છે ત્યારે આ કમોસમી છાંટા ના કારણે લોકો વધુ બીમાર પડશે તેવી દહેશત સેવાઇ રહી છે.

આ સમાચારને શેર કરો