વાંકાનેર: પંચાસીયાની કિશાન સેવા સહકારી મંડળીના મંત્રી થયા સસ્પેન્ડ

ગુપ્ત ચૂંટણી કરાવવાની નિપુણતા સસ્પેન્સન સુધી દોરી ગઈ હોવાની લોકચર્ચા.

વાંકાનેર: તાલુકાના પંચાસીયા ગામ માં આવેલી કિસાન સેવા સહકારી મંડળી લિ. ના મંત્રી રસુલભાઇ માથકિયાને સસ્પેન્ડ કરી દેવામા આવતા વાંકાનેરના સહકારી જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.મળેલી માહિતી મુજબ આજે મોરબી જિલ્લા રજીસ્ટાર ડી.વી.ગઢવીએ પંચાસીયા સહકારી મંડળીના મંત્રીને સસ્પેન્ડ કરતો હુકમ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પંચાસીયા કિસાન સેવા સહકારી મંડળી છેલ્લા કેટલાક દિવસોથી વિવાદમાં ઘેરાયેલી છે અન આ મંડળીના બહુમતી સભાસદો ને જાણ વગર એક તરફી ચૂંટણી કરી દેવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને તેમની સામે જિલ્લા રજિસ્ટર અને સરકારમાં ફરિયાદ કરવામાં આવી હતી.

જેમની અનુસંધાને આજે જિલ્લા રજીસ્ટારે કિસાન સેવા સહકારી મંડળીના મંત્રી રસુલભાઈ માથકિયાને સસ્પેન્ડ કરતો હુકમ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ મંડળીમાં ઘણા વર્ષોથી વાંકાનેરના ધારાસભ્ય જાવીદ પીરઝાદા પ્રમુખ છે, આજે ધારાસભ્યના પ્રમુખપદ હેઠળની મંડળીના મંત્રી સસ્પેન્ડ થતાં સમગ્ર મોરબી જિલ્લામાં ચર્ચાનો મુદ્દો બની ગયો છે.

આ સમાચારને શેર કરો