સરકારનો નિર્ણય: ગુજરાતમાં 15 ઓગસ્ટ બાદ જ સ્કૂલો ખૂલશે
સમગ્ર દેશમાં અને રાજ્યમાં જીવલેણ વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે, ત્યારે વધતા કેસો વચ્ચે સ્કૂલો બાળકો માટે ક્યારથી શરૂ થશે અને સ્કૂલોમાં બાળકોને કલાસમાં ક્યારથી ભણવાશે તેની જ ચર્ચા હાલ ચાલી રહી છે ત્યારે આ મામલે કેન્દ્રિય શિક્ષણમંત્રીએ સ્પષ્ટ કર્યુ છે કે 15મી ઓગસ્ટ બાદ જ સ્કૂલો શરૂ થશે. જેને લઈને ગુજરાત સરકારે પણ હાલ નિર્ણય કર્યો છે કે ગુજરાતની તમામ સ્કૂલો રાબેતા મુજબ ૧૫ મી ઓગસ્ટ બાદ જ ખોલવી.
દરમિયાન કેન્દ્રિય માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલે સ્પષ્ટ કર્યુ છે કે દેશભરમાં સ્કૂલો અને કોલેજો રાબેતા મુજબ ૧૫મી ઓગસ્ટ બાદ જ શરૂ થશે. જેને લઈને આજે ગુજરાતના શિક્ષણમંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ પણ રાજ્યની સ્કૂલો ખોલવા મુદ્દે જણાવ્યુ છે કે કેન્દ્રનો આદેશ હોય હવે રાજ્ય સરકારે પણ તેનું પાલન કરવુ પડશે.
ગુજરાતની તમામ સ્કૂલો રાબેતામુજબ બાળકો ૧૫મી ઓગસ્ટ બાદ જ ખોલવામા આવશે.જો કે આટલા લાંબા સમય માટે કલાસરૂમ શિક્ષણ ન થવાનું હોવાથી બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે પણ પુરતા પ્રયત્નો કરવામા આવ્યા છે અને બાળકોની સુરક્ષા મહત્વની હોવાથી જ્યારે પણ સ્કૂલો રાબેતામુજબ શરૂ કરવાની થશે તે પહેલા વાલીઓ,શિક્ષણવિદો સાથે પુરતી ચર્ચા કરાશે અને તે પછી સ્કૂલોમાં બાળકોને ભણાવાશે.
કોરોનાને પગલે ગત ૨૫મી માર્ચથી તમામ સ્કૂલો બંધ છે અને હજુ પણ ૧૫ ઓગ્ટ સુધી બંધ રહેવાની હોવાની હોઈ લગભગ પાંચ મહિના માટે પ્રથમવાર સ્કૂલો બંધ રહેશે.૮મી જુનથી ગુજરાતની તમામ સરકારી,ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક-માધ્યમિક સ્કૂલોમાં નક્કી કરાયેલા એકેડમિક કેલેન્ડર મુજબનું શૈક્ષણિક સત્ર શરૂ થઈ જશે.જેથી શિક્ષકો-વહિવટી કર્મચારીઓ માટે સ્કૂલો રાબેતા મુજબ ચાલશે પરંતુ વિદ્યાર્થીઓને પ્રવેશ નહી અપાય. સરકારી સ્કૂલોના બાળકોને મફત મળતા પ્રાથમિક-માધ્યમિકના પાઠય પુસ્તકો અને જરૂરી સાહિત્ય શિક્ષકો દ્વારા પહોંચાડવામા આવશે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/B8TnXM4JtEGHSLX1iHG1Ew
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…