Placeholder canvas

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની સોમવારથી અંતિમ વર્ષની પરીક્ષા શરૂ…

રાજકોટ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા.28ને સોમવારથી ધો.10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થનાર છે તેની સાથે જ સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા પણ અંતિમ વર્ષની પરીક્ષા લેવામાં આવનાર છે.

આ પરિક્ષામાં 53692 વિદ્યાર્થીઓ બેસનાર છે. આ પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવાય તે માટે યુનિ.ના પરીક્ષા વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. યુનિ.ની આ પરીક્ષમાં બી.એ., બી.એડ. સેમ-6ના 46,બીબીએ સેમ-6ના 2420, બીસીએ સેમ-6ના 2430, ઉપરાંત બી.કોમ., રેગ્યુલર સેમ-6ના 17868, બી.કોમ. એક્ષર્ટનલ સેમ.6ના 1034, બી.આર.એસ. સેમ-6ના 143, બી.એસ.સી. હોમ સાયન્સ સેમ-6ના 246, બી.એસ.સી. સેમ-6ના 4319, બી.એસ.સી. આઇટી સેમ-6ના 144, બી.એ. એક્ષર્ટનલ સેમ-6ના 3682, બી.એસ.એમ-6 રેગ્યુલરના 10841 સહિત યુનિ.ની વિવિધ ફેકલ્ટીની અંતિમ વર્ષની 53692 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસનાર છે.

આ પરીક્ષા દરમ્યાન ચોરી અને ગેરરીતિના બનાવ ડામવા માટે પરીક્ષા કેન્દ્રોનું 3પ ઓર્બ્ઝવર રાઉન્ડ ધ કલોક તપાસણી કરશે. 170 કેન્દ્રો પરથી લેવામાં આવનાર છે. આ અંગેની તમામ તૈયારીઓ યુનિ. દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.

આ સમાચારને શેર કરો