Placeholder canvas

વિદ્યાસહાયકની ભરતીની જગ્યાઓમાં વધારો કરવાની માંગ

તાજેતરમાં પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે.વિદ્યાસહાયકની વર્ષ 2019ની જૂની ભરતી કરવામાં આવશે.ધોરણ 1 થી 8 માં માત્ર 3300ની જ જગ્યા હોવાથી ભરતીની જગ્યાઓમાં વધારો કરવા મોરબી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.

ધોરણ 1 થી 8 માં માત્ર 3300 જ વિદ્યાસહાયકની વર્ષ 2019ની જૂની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે.તેથી તે જગ્યા ખૂબ જ ઓછી છે જેથી 3300 જગ્યાઓ વર્ષ 2019ના હુકમ મુજબ નક્કી કરવામાં આવેલ જગ્યાઓ છે.ત્યારબાદ 4 વખત શિક્ષકો નિવૃત થયા છે અને વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતા ખાલી જગ્યામાં ફેરફાર થયેલ છે.જેથી વર્ષ 2021ના મહેકમ મુજબ ભરતી કરવા અપીલ કરી છે.

હાલ રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં 18,000 થી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે.RTE ACT મુજબ કુલ ખાલી જગ્યાના 60% જગ્યાઓ સીધી ભરતીથી ભરવાન ઠરાવ છે.3300 જગ્યાઓ કુલ જગ્યાઓની માત્ર 20 જગ્યા છે. ટેટ વેલીડિટી વધવા કારણે હાલ ટેટ પાસ બેરોજગારોની સંખ્યા 1.50 લાખથી વધુ છે.3300 જગ્યા આ વર્ષ-2019ની અગાઉના શિક્ષણમંત્રીએ આપેલ જૂની ભરતી છે. જે ૩ વર્ષ જૂની ભરતીમાં 18,000 જગ્યાઓ ખાલી હોવા છતાં જગ્યામાં વધારો કરેલ નથી. RTE મુજ્બ દર વર્ષે ટેટમાં ભરતી કરવાનો ઠરાવ થયેલ છે.જેથી ઓછી ભરતી આપેલ હોય વાર્ષિક કેલેન્ડરનો અનાદર થયેલ જણાય છે.

ભાષા જેવા વિષયમાં કુલ જગ્યાઓની ફાળવણી 4 ભાગમાં અને કેટેગરી મુજબ થયા બાદ નહિવત જગ્યા ઉમેદવારો ભાગે આવે છે.તો ચાલુ ભરતીમાં ભાષા,સામાજિક વિજ્ઞાન અને ગણિત વિજ્ઞાન વિષયમાં જગ્યામાં વધારો કરવામાં આવે.આ ભરતીમાં વેલડીટી કારણે 2011 થી 2018ના 1,80,000 બેરોજગાર ઉમેદવારોને સમાવેશ થતો હોય 3 વાર થી વધુ તક મળે જેથી 2017ના યુવાનને માત્ર 1 તક મળે જેથી તેમને અન્યાય થાય છે. વિદ્યાસહાયકની જગ્યા ખૂબ જ ઓછી છે જેથી ચાલુ ભરતીમાં જગ્યામાં વધારો કરવામાં આવે. વિદ્યાસહાયક ભરતીની જગ્યામાં વધારો નહીં કરવામાં આવે તો ટેટ પાસ શિક્ષિત બેરોજગારો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે.

આ સમાચારને શેર કરો