Placeholder canvas

વાંકાનેર: ખીજડિયાના વતની સરફરાઝ શેરસીયાએ PSIની ખાતાકીય પરીક્ષા પાસ કરી.

વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામના મૂળ વતન એવા સરફરાજહુસેન નુરમહમદભાઈ શેરસિયાએ ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા લેવામાં આવેલી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ખાતાકીય પરીક્ષા પાસ કરી છે. તેઓ વાંકાનેરના મોમીન સમાજમાંથી P.S.I. બનનાર પ્રથમ વ્યક્તિ છે.

સરફરાઝહુશેન શેરસીયાનો જન્મ નવેમ્બર 1977 ખીજડીયા રાજ ગામમાં થયો હતો, . તેઓના પિતા નુરમામદભાઇ અને માતા કરીમબેન તેઓએ પ્રાથમિક અભ્યાસ ખીજડીયા પ્રાથમિક શાળા, સિંધાવદર એસ.એમ.પી. હાઇસ્કુલમાં ધો.10 સુધી,વાં‌‌કાનેરની અમરસિંહ હાઇસ્કુલમાં ધો.12 પાસ કરીને રાજકોટની ધર્મેન્દ્રસિંહ કોલેજમાં B.A કાર્ય, તેઓએ T. Y. B. A.ના અભ્યાસ દરમિયાન 1997 ગુજરાત પોલીસ દળમાં કોન્સ્ટેબલ તરીકે ભરતી થઇ રાજકીય રેલવે પોલીસમા નિમણૂક થયેલ છે. અમદાવાદ, ધોળા,થાન, રાજકોટ જેવા મહત્વના રેલવે સ્ટેશનો ઉપર ખંત અને ઈમાનદારીથી નોકરી કરીને 2013 મા હેડ કોન્સ્ટેબલ અને 2021મા આસી.સબ ઇન્સ્પેક્ટર તરીકે પ્રમોશન મેળવેલ છે. અને હાલ રાજકોટ રેલવે LCB મા નોકરી કરે છે.

સરફરાજે નોકરી દરમિયાન પણ અભ્યાસ ચાલુ રાખી સને 2011મા ગ્રેજ્યુશન પુરૂ કર્યું અને પત્ની અંજુમબેન તથા પરીવારના સહકારથી હાલ 2022મા ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા લેવામાં આવેલી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ખાતાકીય પરીક્ષા પાસ કરી વાંકાનેરના મોમીન સમાજમાંથી સૌથી પહેલા P.S.I.બન્યા છે.

કપ્તાન પરિવાર તરફથી સરફરાઝને ખૂબ ખૂબ મુબારકબાદી… Congratulations.

આ સમાચારને શેર કરો