Placeholder canvas

વાંકાનેરમાં નકલી નોટોનું કૌભાંડ ઝડપાયું: રાજસ્થાન પોલીસના વાંકાનેરમાં…

વાંકાનેર: વાંકાનેર વિસ્તારમાં નકલી નોટોનું કૌભાંડ ચાલતું હોવાનો પર્દાફાશ થયો છે, બિન સત્તાવાર રીતે મળેલ માહિતી મુજબ વાંકાનેર પંથકમાં નકલી નોટ છાપવામાં આવતી હોય અને આ નકલી નોટના કૌભાંડમાં સંડોવાયેલ આરોપીને રાજસ્થાનની પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી નકલી ચલણી નોટ મળી આવી હોવાની ચર્ચા થઈ રહી છે.

મળેલ માહીતી મુજબ વાંકાનેર વિસ્તારમાં રહેતા આરોપીઓ નકલી નોટોનું કારસ્તાન ચલાવતા હોય જેમાનો એક આરોપી નકલી નોટો વટાવા રાજસ્થાનમાં ગયો હોય ત્યાં સ્થાનિક પોલીસે તેને રંગે હાથે ઝડપી લીધો હતો. આમ વાંકાનેર વિસ્તારમાં ચાલતા નકલી નોટોના નેટવર્કનો પર્દાફાશ થયો હતો. જેમની અનુસંધાને હાલ રાજસ્થાન પોલીસ વાંકાનેર આવીને વધુ આરોપીને પક્કડવાની કામગીરી હાથ ધરી છે.

આ જાલી નોટોના કૌભાંડની હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે. ટૂંકમાં સમગ્ર માહિતી બહાર આવી જશે…

આ સમાચારને શેર કરો