Placeholder canvas

ટંકારાના સરાયા ગામે રૂપિયાનો વરસાદ વરસ્યો !!!

ટંકારાના સરાયા ગામે નવનિર્મિત સાંઢળા દાદાના મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે યોજાયેલ લોકડાયરામા લોકગાયિકા અલ્પા પટેલે સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન કવન રજૂ કરતા જ શ્રોતાગણમાથી ડોલર અને રૂપિયાનો રિતસર વરસાદ વરસ્યો હતો.

સ્લોગન પરિવાર દ્વારા ટંકારા તાલુકાના સરાયા ગામે સરાયા-નેસડા રોડ પર બનાવાયેલા સાંઢળા દાડા મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રંગેચંગે ઉજવાયો હતો જેમાં 11 કુંડી મહાયજ્ઞ, શોભાયાત્રા અને મહાપ્રસાદ બાદ ભજનિક અને લોકગાયક અલ્પાબેન પટેલ અને હાસ્ય કલાકાર હિતેશભાઈ અંટાળાએ ભજન અને લોકસાહિત્યની જમાવટ કરી હતી

વધુમાં લોકગાયિકા અલ્પા પટેલના કંઠે જુદા જુદા ભજન, ગીતો બાદ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન કવન રજૂ કરતા જ શ્રોતાગણ ઝૂમી ઉઠ્યો હતો અને ડોલર તેમજ રૂપિયાની નોટોનો વરસાદ વરસાવતા અંદાજે 10 લાખથી વધુ ધનરાશિ એકત્રિત થઈ હતી. આ તમામ ધનરાશિ શૈક્ષણિક કાર્ય માટે વાપરવા પણ નક્કી કરાયું હતું.

આ સમાચારને શેર કરો