વાંકાનેર: સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપી ઝડપાયો
વાંકાનેર : વાંકાનેરની મેઈન બજારમાં આવેલ પંખેરા ડ્રેસીસના માલિક વસીમ અબ્દુલગફાર કાઝીએ તેમની દુકાનમાં કામ કરતી એક સગીરા પર દુકાનમાં જ દુષ્કર્મ કર્યાની ઘટના બનતાં વાંકાનેર શહેરમાં ચકચાર મચી ગઈ હતી.
ફરિયાદીની સગીર વયની દીકરી (ઉંમર 15 વર્ષ 4 માસ) પર આરોપી વસીમ કાઝીની દુકાનમાં નોકરી કરતી હોય આરોપીએ ફોન કરી ફરિયાદીની સગીર વયની દીકરીને દુકાને બોલાવી બેહોશ કરે તેવું પીણું કોલ્ડ્રિંક્સમાં ભેળવી પીવડાવી બેભાન કરી જાતીય હુમલો કરેલ તેમજ આરોપીની પત્ની મેહરીન વસીમ કાઝીએ ભોગ બનનાર સગીરાને માર મારી તેણી ભાનમાં આવતા જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જે અંગે ફરિયાદીએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ ૩૭૬(૨) એચ.આઈ., ૩૨૮, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) તેમજ પોસ્કો એક્ટ કલમ ૩એ, ૪, ૧૬ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ વાંકાનેર સીટી પીઆઈ એચ. એમ. રાઠોડ ચલાવી રહ્યા હતા. તેમજ નાસી છૂટેલા આરોપીના સગડ મેળવવા તેનું લોકેશન ટ્રેસ કરાઈ રહ્યું હતું. એ દરમ્યાન આરોપીના ઘર પર પણ વોચ રખાઈ રહી હતી. આ દરમ્યાન ગત રાત્રે 9:30 કલાકે આરોપી સલોત શેરી સ્થિત તેના ઘેર આવતા પો.હેડ.કોન્સ. કિરીટસિંહ ઝાલા, મનસુખભાઈ દેગામડિયા, પો.કોન્સ. વિરેન્દ્રસિંહ ઝાલાએ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.