ગાંધીનગર: એક પછી એક ત્રણ હત્યા કરી ફફડાટ ફેલાવનાર સિરીયલ કિલર વિશાલ માલી ઝડપાયો

ગાંધીનગરનો સિરિયલ કિલર પિસ્તોલ ઘરનાં સ્વિચ બોર્ડમાં સંતાડતો હતો, પત્ની હતી અજાણ

ગાંધીનગરમાં એક પછી એક ત્રણ હત્યા કરી ફફડાટ ફેલાવનાર સિરીયલ કિલર વિશાલ માલી હત્યા કર્યા બાદ પિસ્ટલ તેના ઘરના ઈલેકટ્રિક સ્વિચ બોર્ડમાં સંતાડી દેતો હતો. પોલીસ તેને બનાવના રિકન્સ્ટ્રકશન માટે તેના ચાંદખેડા અને સરખેજના ઘરે લઈગઈ ત્યારે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. તેને ઓળખનારાઓ તે હત્યારો હોવાનું જાણીને અચંબામાં પડી ગયા હતા. પોલીસે ત્રણ પૈકી શેરથા હત્યા કેસનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.

આ મામલામાં સિરીયલ કિલર મોનિશ માલીની સીઆઈડી ક્રાઈમ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં વિશાલે હત્યા કર્યા બાદ તે પિસ્ટલ તેના ઘરના ઈલેકટ્રિક સ્વિચ બોર્ડમાં છુપાવી દેતો હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. તે સિવાય તે હત્યામાં ઉપયોગમાં લેતો ચોરીનું સુઝુકી સ્કુટર અને એક્ટીવા પણ તેના ઘરથી ઘણે દૂર પાર્ક કરતો હતો. તેની પત્ની પણ આ તમામ હરકતોથી અજાણ હતી. કોર્ટે શેરથા હત્યા કેસમાં મોનિશનાં છ દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા. શરેથામાં જુઠાજી ઠાકોરની ગોળી મારીને કરાયેલી હત્યા કેસમાં સીઆઈડી ક્રાઈમે બનાવનું રિકન્સટ્રકશન કર્યું હતું. જેમાં પોલીસ વિશાલને તેના ચાંદખેડાના વિસત પેટ્રોલપંપ પાછળ ગાયત્રીનગર વિસ્તારના ઘરે લઈ ગઈ હતી. તે સમયે તેને જોવા માટે લોકોના ટોળેટોળા એકઠા ભેગા થયા હતા. વિશાલ હત્યારો હોવાની ખબર પડતા તેની પડોશમાં રહેતા અને તેને ઓળખતા લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. અહીં તે અઢી વર્ષ રહ્યો હતો અને શાકભાજી તથા ચોળાફળીની લારી ચલાવતો હતો. પરંતુ તેની પર કોઇને શક ન હતો.


અત્ર્રે નોધનીય છે કે શેરથા મડર્ર બાદ તેના સીસીટીવી ફુટેજના ફોટા પેટ્રોપંપ પર જોઈને પકડાઈ જવાના ડરથી વિશાલે ચાંદખેડાનું ઘર બદલીને તે સરખેજ ધોળકા રોડ પર રહેવા જતો રહ્યો હતો. અહીં તેણે લક્ષ્મીનારાયણ ભોજનાલય નામની નાની હોટેલ ચાલુ કરી હતી. જ્યાં આજુબાજુમાં કામ કરતા મજુરો જમવા માટે આવતા હતા. આ ઉપરાંત પોલીસે શેરથા હત્યા કેસમાં તે કયા રસ્તેથી ઘટનાસ્થળે ગયો હતો અને કયા રસ્તેથી પરત આવ્યો તેની તપાસ કરી હતી. 26 જાન્યુઆરી 2019નાં રોજ તેણે શેરથા ટીંટોડા પર જુઠાજી ઠાકોરની ગોળી મારીને હત્યા કરીને 2.75 લાખના દાગીનાની લૂંટ ચલાવી હતી. ઉપરાંત તે નજીકના મોમાઈ ટી સ્ટોલ પરના સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગયો હતો. આ ઉપરાંત પણ તે એક બંગલાનાં અને અન્ય એક કંપનીનાં સીસીટીવીમાં ઝપડાયો હતો. તેણે સાબરમતી રેલવે કોલોનીમાં રહેતા ટીસીના ઘરમાંથી પિસ્ટલ અને કારતૂસોની ચોરી કરી હતી. પોલીસે આ જગ્યાનું પણ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.

આ કિલર મૂળ રાજસ્થાનનો રહેવાસી છે. તે માત્ર 12 વર્ષની ઉંમરે ઘરેથી નીકળી ગયો હતો. 1999માં અમદાવાદ આવ્યો હતો. ગોધરાકાંડ બાદના તોફાનો બાદ ચંડોળા તળાવ પાસેના રાહત કેમ્પમાં તે જમવા માટે જતો હતો. જ્યાં ધોળકામાં રહેતી અનાથ યુવતીના સંપર્કમાં આવ્યો હતો. બાદમાં તેની સાથે પ્રેમ થતા લગ્ન કરી લીધા હતાં. તેમનો એક 12 વર્ષનો દીકરો પણ છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/DhXnhnr1AzGBytQ4BGHLIc

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો