ગુજરાતમાં સંઘવીએ પોલીસના હાથમાં આપ્યું સરઘસનું અમોધ શસ્ત્ર! હવે ગુનો કર્યો તો જાહેરમાં નીકળશે વરઘોડો

ગુજરાત: આજે સુરતના ઉધનામાં બાળકીની છેડતી કરનાર શખ્સને પોલીસે કાયદાનો બરાબરનો પાઠ ભણાવ્યો. આરોપીનું સરઘસ કાઢીને જાહેરમાં જ લોકોની માફી મંગાવી. ભરબજારમાં આરોપીને ફેરવીને કાયદાનું ભાન કરાવ્યું. છેલ્લાં કેટલાક સમયથી ગુજરાત પોલીસે ગુનાખોરી સામે નવુ શસ્ત્ર ઉગામ્યું છે. ગુજરાતમાં હવે આરોપીઓના વરઘોડા કાઢવાની નવી પેટર્ન ગુજરાત પોલીસે અપનાવી છે. સંઘવીના સિંઘમો હવે આરોપીઓને લઈને રસ્તા […]

વાંકાનેર તાલુકામાં બે સગીરાઓના અપહરણ કરનાર બે આરોપી ઝડપાયા

વાંકાનેર તાલુકા પોલીસ મથકની હદમાં બનેલા બે અલગ અલગ સગીરાઓના અપહરણના કેસમાં વાંકાનેર સર્કલ પોલીસ અને તાલુકા પોલીસ ટીમે સંયુક્ત કાર્યવાહી કરી બન્ને આરોપીઓને ઝડપી લઈ સગીરાઓને મુક્ત કરાવી હતી. મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ મથકના વિસ્તારમાં બે અલગ અલગ સગીરાઓને લગ્નની લાલચ આપી બદકામ કરવાને ઇરાદે ભગાડી જવાના કિસ્સામાં વાંકાનેર સર્કલ પોલીસ અને […]

વાંકાનેર નજીક પેટ્રોલપંપમાં લૂંટ કરનાર આરોપી 12 વર્ષે જામકંડોરણાથી ઝડપાયો 

વાંકાનેર નજીક આવેલા ક્રિષ્ના પેટ્રોલ પંપ માં 12 વર્ષ પૂર્વે લૂંટ ચલાવનાર આરોપી ફરાર હતો તેમને 12 વર્ષ બાદ પકડવામાં મોરબી એલસીબીને સફળતા મળી છે મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા વાંકાનેર નજીક ક્રિષ્ના પેટ્રોલપંપમાં લૂંટ ચલાવવાના ગુન્હામાં છેલ્લા 12 વર્ષથી નાસતા ફરતા આરોપી દિનેશ મોતીભાઈ ભુરીયા રહે.ઉબેરાવ, જામ્બુઆ,મધ્યપ્રદેશ વાળો હાલમાં રાજકોટ જિલ્લાના જામકંડોરણા […]

20 દિવસથી જેલમાં રહેલા જયસુખ પટેલે વચગાળાની જામીન અરજી કરી, 4 માર્ચે સુનાવણી.

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં 135 નિર્દોષ નાગરિકોના મોત બાદ પોલીસે ઓરેવા ગ્રુપના એમડી સહિત કુલ 10 આરોપીઓની ધરપકડ કરી જેલમાં મોકલી દીધા હતા. ત્યારે 20 દિવસથી જેલમાં બંધ જયસુખ પટેલે આજે વચગાળાની જામીન અરજી કરી છે. મોરબીની કોર્ટમાં આજે જયસુખ પટેલે જે વચગાળાની જામીન માટે અરજી કરી છે. જેમાં તેમના તરફેના વકીલે કોર્ટમાં દલીલો કરી […]

વાંકાનેર: ભાયાતી જાંબુડિયામાંથી ઝડપાયેલા એમડી ડ્રગ્સનો આરોપી ટાટા કંપનીનું ડુપ્લીકેટ યુરિયા પણ બનાવતો હતો !!

આરોપી વિરુદ્ધ કોપીરાઇટ્સ એકટ મુજબ વધુ એક ફરિયાદ વાંકાનેર : વાંકાનેર તાલુકના ભાયાતી જાંબુડિયા ગામેથી મોરબી એલસીબી ટીમે રાજસ્થાની શખ્સને એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધા બાદ આ આરોપી વાહનોમાં વપરાતું ટાટા કંપનીનું DEF યુરિયા બનાવીને વેચતો હોવાનું તપાસમાં બહાર આવતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આ આરોપી વિરુદ્ધ કોપીરાઇટ્સ એકટ મુજબ વધુ એક ફરિયાદ નોંધાઇ […]

વાંકાનેરમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં બે વર્ષથી ફરાર રાજસ્થાની યુવાન ઝડપાયો 

વાંકાનેર તાલુકા પોલીસમાં વિદેશી દારૂના અપરાધમાં બે વર્ષથી ફરાર રાજસ્થાની ઈસમને મોરબી એલસીબી ટીમે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે મોરબી એલસીબી ટીમ નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ ટ્રક મોકલનાર આરોપી મુકેશ સોહનલાલ જયાની રહે મલસીસર રાજસ્થાન વાળો રાજસ્થાન રતનપુર બોર્ડર થઈને નડિયાદ […]

ચોટીલા: સગીરાનાં અપહરણનાં ગુનામાં 9 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો.

ચોટીલા: પેરોલ ફર્લો સ્ક્વોડના પો.સબ.ઇન્સ. એસ.પી.ઝાલાએ સ્ટાફના માણસોને જીલ્લાના ફરાર નાસતા ફરતા આરોપીઓને એક્શન પ્લાન બનાવી જીલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગ ફરી હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સોર્સીસનો ઉપયોગ કરી વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓ શોધીને પકડવા માટે સતત પ્રયત્નશીલ હતા, જે અનુસંધાને પેરોલ ફર્લો સવોડની ટીમ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તાર પેટ્રોલીંગમાં હતા. […]

વાંકાનેર : મેસરીયામાં થયેલ મારામારીમાં આરોપીઓનો છૂટકારો…

વાંકાનેર તાલુકાના મેસરીયા ગામમાં ગત તા.૧૯-૦૬-૨૦૧૫ ના રોજ ફરિયાદી મંજુબેન હીરાભાઈ કુમખાણીયા સવારના ૦૭:૦૦ વાગ્યે ઘરેથી સરકારી મંડળીએ દૂધ ભરવા ગયેલ ત્યાંથી પાછા ઘરે પરત આવતા હતા ત્યારે આરોપી કાના નાગજી ના ઘર પાસેથી ફરિયાદી પસાર થતા આરોપીઓ કાના નાગજી તથા અશોક કાના ફરિયાદી ને જોઈ ગાળો બોલવા લાગેલ ફરીયાદીએ ગાળો દેવાની ના પાડતા આરોપી […]

ચોટીલા પંથકની 2 હત્યામાં પકડાયેલ 3 આરોપીઓ પાસે રીકન્ટ્રક્શન કરાવ્યું

ચોટીલા પોલીસ મથક નજીક સામાન્ય બોલાચાલીમાં સરલનાં ઘા મારવાથી થયેલ આધેડની હત્યાં તેમજ ઢોકળવા ગામના વીડી વિસ્તારમાં સાળી સાથેનાં આડા સંબંધમાં પત્ની ની નિપજાવેલ હત્યાનાં આરોપીઓને ચુસ્ત બંદોબસ્ત સાથે ઘટના સ્થળે રીકન્ટ્રક્શન કરવામાં આવેલ છે. પ્રથમ આધેડ બાજુભાઇ સોડમીયાની હત્યાનાં આરોપી સાડમીયા રાયધન સારાભાઇ અને પ્રવિણ રણછોડ ભાઇને દિવસ 3ના રીમાન્ડ મેળવી મંગળવારનાં સમગ્ર ઘટનાનું […]

વાંકાનેર: 5વર્ષથી પાસા વોરંટનો ફરાર આરોપી આણંદથી ઝડપાયો

વાંકાનેર : મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટે હુકમ કરેલા પાસા અટકાયતી લખાસિંઘ નારાયણસિંઘ રાવત ઉ.વ.36 રહે. રાજસ્થાનવાળો છેલ્લા 5 વર્ષથી ફરાર હોય, વાંકાનેર તાલુકા પોલીસે આણંદ જીલના ખંભાત વટામણ રોડ ઉપર આવેલ વિચિ એગ્રો પ્રોડક્શન કંપની પાસેથી હસ્તગત કરી પોલીસ સ્ટેશન લાવી મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. આ આરોપી છેલ્લા પાંચ વર્ષથી વોન્ટેડ હતો, તેમને […]