વાંકાનેરમાંથી 40 હજારનો અંગ્રેજી દારૂ પકડાયો

વાંકાનેર: શહેર પોલીસ મથકના પી.આઈ રાઠોડ, ઍ એસ આઈ અને અન્ય સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતા ત્યારે એ એસ આઈ ને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવતા ઇકોમાંથી 36900 રૂપિયાની કિમતનો અંગ્રેજી દારૂ પકડાયો છે.

મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલા અને ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન મુજબ શહેર પી.આઈ રાઠોડ તેમના સ્ટાફ સાથે નાઇટ રાઉન્ડમાં હતા ત્યારે એ.એસ.આઇ ને મળેલ ખાનગી બાતમી મુજબ થાન થી એક ઇકો કાર નંબર Gj-36-L-3530 અંગ્રેજી દારૂ સાથે વાંકાનેર તરફ આવી રહી છે. જેથી આ ઇકો કારની વોચમાં પોલીસ હતી ત્યારે રસ્તા ઉપરથી આ ઇકો કાર નો ડ્રાઇવર ઇકોને રેઢી મૂકીને ભાગી ગયો હતો. આ ઇકોમાંથી રોયલ કિંગ વિસ્કી 750 ml ની 21 બોટલ કિંમત રૂપિયા 6300 અને પાર્ટી સ્પેશિયલ વીસ્કી 750 ml ની 102 બોટલ કિંમત રૂપિયા 30600 મળી આવી હતી, તેમની કુલ કિંમત 36900 અને ઇકો કારની કિંમત રૂપિયા ૩ લાખ આમ કુલ 336900 મુદ્દામાલ પકડાયો છે.

આમ આ ઇકોનો ડ્રાઇવર ઇકો કાર અને તેમાં ભરેલ દારૂને રેઢો છોડીને ચાલ્યો ગયો હતો. પોલીસે આ દારૂ અને ઇકો કાર એમ કુલ મળીને 336900 રૂપિયાનો મુદામાલનો કબજે લાઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો