Placeholder canvas

છરીની અણીએ લૂંટ: પૈસા આપો નહિતર મારી નાખશું કહી રૂ.88.50 હજારની લૂંટ ચલાવી

રાજકોટ શહેરમાં વધુ એક લૂંટનો બનાવ સામે આવ્યો છે. ગઇકાલે મધરાતે ઘરમાં ઘુસી છરીની અણીએ લૂંટારુઓએ રૂપિયા 88,500 હજારની લૂંટ ચલાવી હોવાનો બનાવ પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો છે. હાલ પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

રાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તારમાં આવેલ બોરીચા સમાજની વાડીની પાછળ બંધુલીલા સ્કુલની પાસે રહેતા કાસમાબેન મોહમ્મદ હાસમઅલી શેખએ બી-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમને જણાવ્યું છે કે, આજરોજ તા.14.02.2023 ના રાત્રીના સાડા બારેક વાગ્યાની આસપાસ તેના પતી કે જેઓ ઇમીટેશનનુ કામ કરતા હોઇ તેઓ કામ કરવા માટે મકાનનો દરવાજો બહારથી લોક કરી જતા રહ્યા હતા.

ઘરમા કાસમાંબેન તથા તેના ત્રણેય સંતાનો સુઇ ગયેલા ત્યાર બાદ રાત્રીના ત્રણ વાગ્યાની આસપાસ ઓચીતા બે માણસો ઘરની અંદર આવેલા જેઓના મોઢે રૂમાલ બાંધેલ હતા, જેમા એકના હાથમા છરી હતી તેઓએ કાસમાબેનને કહેલ કે ઘરમા જેટલા પૈસા તથા સોનાના દાગીના છે તે અમને આપી દો નહીતર બધાને જાનથી મારી નાખશુ.

જેના હાથમા છરી હતી તે માણસે કાસમાબેનની દીકરી સુરૈયાના ગળામા છરી મુકી દીધેલ જેથી કાસમાબેને દીકરી સુરૈયાના કાનમા જે સોનાની બુટી 2 ગ્રામની જેની કિંમત રૂ.10,000 ની તથા નાકનો દાણો કિંમત આશરે રૂપિયા 1500નો કાઢી લીધેલ તેમજ કાસમાબેનના ગળામા જે સોનાનો ચેઇન 8 ગ્રામ વજનનો જેની કિંમત રૂપિયા 40,000 નો કાઢી દીધેલ તેમજ કાસમાબેનના પતીનુ પર્સ જેમા રોકડા રૂપિયા 7000 હતા અને ઘરના કબાટમા રોકડા રૂપિયા 30,000 પડેલ હતા તેની ચોરી કરી હતી. જે બાદ બંન્ને નાસી ગયા હતા.

આ પછી કાસમાબેન મકાનની ઉપર રહેતા તેમના કારીગર અમીર પાસે ગયેલ અને તેને બનાવની જાણ કરતા તેના ફોન માથી પતીને આ વાતની જાણ કરેલ બાદ પતી આવેલા અને આજુ બાજુમા માણસો ભેગા થઇ જતા કોઇએ પોલીસ કંટ્રોલ રૂમમા જાણ કરતા પોલીસ આવી ગઈ હતી. હાલ પોલીસે કાસમાબેનની ફરિયાદ પરથી બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી બંનેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચારને શેર કરો