સગાબાપે દીકરાને છરી મારી દીધી !!
ભાવનગર શહેરના રસાલા કેમ્પમાં પિતાએ પુત્રને પેટના ભાગે શરીરના ઘા ઝીંકી દઈ ભારે ઈજા પહોંચાડી હતી. પુત્ર ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવની મળેલી માહિતી મુજબ ભાવનગર શહેરના રસાલા કેમ્પ ડીવાયએસપી ઓફિસની સામે લાઈન નંબર.2 રૂમ નંબર 202માં રહેતો નિતેશભાઇ મનોહરલાલ લાડલા ઉંમર વર્ષ 21એ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેમના પિતા માતા સાથે અવારનવાર ઝઘડો કરતા હોય જેથી મનોહરલાલ લાડલા છેલ્લા સાતેક માસથી અમારીથી અલગ રહેતા હતા.
આ દરમિયાન મોડીરાત્રીના સમયે નિતેશ રસાલા કેમ્પમાં આવેલ નવા ગુરુદ્વારા પાસે ઉભા હતા ત્યારે તેના પિતાએ આવી કહ્યું હતું કે, “તું તારા મમ્મીનું જ કહ્યું કરે છે, મને કેમ રાખતો નથી ? ” તેમ કહી લાફો મારી તેના હાથમાં રહેલ છરીના એક ઘા નિતેશને પેટના ભાગે મારી દીધો હતો જેથી લોહિયાળ ઈજા પામેલા યુવાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, આ બનાવ અંગે ઇજાગ્રસ્ત પુત્રએ તેના પિતા વિરુદ્ધ આઈપીસી કલમ 323, 324, 504 તથા જી.પી.એક્ટ 135 મુજબ નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.