Placeholder canvas

વાંકાનેર:રાતડીયા તાલુકા શાળા હવે ‘હરિયાળી શાળા’ બનશે.

મોરબી જિલ્લાની વાંકાનેર તાલુકાની શ્રી રાતડીયા તાલુકા શાળામાં આજરોજ ગુજરાત સરકારની યોજના મારી શાળા હરિયાળી શાળા અંતર્ગત શાળાના આચાર્ય સિપાઈ મોહમ્મદહનીફ અમીભાઈ તથા શાળાના શિક્ષકો ચૌહાણ ,પટેલ ,વાદી અને ભારતીબેન તેમજ ખાસ કરીને ધોરણ પાંચ થી આઠ ના બાળકો ના સહકારથી બાળકોના હસ્તે આ વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો.

આ દરેક વૃક્ષને એક બાળક સાથે જોડી એ વૃક્ષની જવાબદારી એ બાળકને સોંપવામાં આવી આજરોજ વાવેતર કરવામાં આવેલ કુલ 286 રોપામાંથી શાળામાં છાયા ના 126 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું આની સાથે સાથે 60 જેટલા ફૂલ છોડનું વાવેતર કુંડામાં કરવામાં આવ્યું. આ તમામ વૃક્ષોનું જતન થાય અને આ વૃક્ષો મોટા થાય એ માટેની જવાબદારી શિક્ષકને સોંપી આ કામગીરી પરિણામ સુધી પહોંચે તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યા…

આ સમાચારને શેર કરો