Placeholder canvas

વાંકાનેર: મચ્છુ ૧ ડેમ ૯૦ ટકા ભરાયો, ગમે ત્યારે ઓવરફ્લો થઈ શકે છે…

વાંકાનેર શહેર અને તાલુકાની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમ આજે 90.13 ટકા ભરાઈ ગયો છે. મચ્છુ ૧ ડેમની હાલની જળ સપાટી 48.13 ફૂટ પર પહોંચી જ ગઈ છે. ડેમની કુલ જળસપાટી 49 ફૂટની છે. જેને પગલે મોરબી અને વાંકાનેર તાલુકાના 22 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. કદાચ આજ સાંજ સુધીમાં ગમે ત્યારે મચ્છુ ૧ ડેમ ઓવરફ્લો થઈ શકે છે.

વાંકાનેરના જાલસીકા ગામ પાસે આવેલ મચ્છુ 1 ડેમ 90 ટકા ભરાઈ ગયો છે અને પાણીની આવક વધતા ઓવરફલો થવાની શક્યતા છે. હાલમાં ડેમમાં 3617 કયુસેક પ્રવાહની આવક છે ડેમ 90 ટકા ભરાઈ ગયો છે અને ઉપરવાસની આવક ચાલુ હોવાથી 22 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે

જેમાં વાંકાનેર તાલુકાના ધમલપર, ઢુવા, ગારીયા, હોલમઢ, જાલસીકા, કેરાળા, લુણસરિયા, મહિકા, પાજ, પંચાસર, પંચાસીયા, રાણેકપુર, રસિકગઢ, રાતીદેવડી, વઘાસીયા, વાંકાનેર અને વાંકિયા સહિતના 18 ગામો તેમજ મોરબી તાલુકાના અદેપર, લખધીરનગર, લીલાપર અને મકનસર એમ 4 ગામો મળીને કુલ 22 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે.

આ સમાચારને શેર કરો