Placeholder canvas

વાંકાનેર: રાણેકપર પ્રાથમિક શાળામાં “મેરી મિટ્ટી મેરા દેશ” અને સિંહ દિવસની ઉજવણી…

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાણેકપર ગામમાં “મેરી મિટ્ટી મેરા દેશ” ની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી…

વાંકાનેર તાલુકાના રાણેકપર ગામમાં આજે આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે સરકારશ્રી દ્વારા 10 ઓગસ્ટે “મેરી મિટ્ટી મેરા દેશ” કાર્યક્રમ ઉજવવાનો હોય રાણેકપર ગામમાં સરપંચ હુસેનભાઇ, ઉપસરપંચ તથા સભ્યો તેમજ તલાટી મંત્રી પી.એલ.સોલંકી તથા શાળાના આચાર્ય અનિલભાઈ પનારા તથા સમગ્ર સ્ટાફ,ગ્રામજનો અને શાળાના બાળકો દ્વારા આ કાર્યક્રમને સુંદર રીતે ઉજવવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆત શાળાના બાળકોએ આખા ગામમાં રેલી યોજી. ત્યારબાદ પંચાયત બિલ્ડીંગ પાસે કાર્યક્રમ થયો.જ્યાં “પંચપ્રણ પ્રતિજ્ઞા” અને “રાષ્ટ્રગાન” ગવાયું. અને વાતાવરણ દેશભક્તિમય બની ગયું. કાર્યક્રમ ના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

આ ઉપરાંત આજે 10 ઓગસ્ટ એટલે કે સિંહ દિવસ ની ઉજવણી કરવામાં પણ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય અનિલભાઈ પનારા દ્વારા બાળકોને તિથિ ભોજન કરાવવામાં આવ્યું. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકો અશ્વિનભાઈ, રણજીતભાઈ,અંજનાબેન તથા નરેન્દ્રભાઈએ ખૂબ જહેમત ઉઠાવી હતી.

આ સમાચારને શેર કરો