Placeholder canvas

વાંકાનેર: રાતીદેવળી પ્રાથમિક  શાળામાં ત્રીવિધ કાર્યક્રમનું આયોજન…

વાંકાનેર: રાતીદેવળી પ્રાથમિક  શાળામાં ત્રીવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં  મેરી માટી મેરા દેશ, વિશ્વસિંહ દિવસ અને શાળા સ્થાપના દિવસ એમ ત્રીવિધ કાર્યક્રમનું આયોજન થયું.

મેરી મીટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત  શાળામાં શિલાફલક પ્રસ્થાપિત કરવામાં આવ્યું. આ પ્રસંગે સૌવ ગ્રામજનો ઉત્સાહથી કાર્યક્રમમાં જોડાયા હતા. ગામની માટી અને દિવડા લઈ પંચપ્રણ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

વિશ્વ સિંહ દિવસ ઉજવવામાં આવ્યો. સિંહ વિશે જાગૃતિ વધે તે હેતુથી રેલી  કાઢવામાં આવી. 

શાળા સ્થાપના દિવસની વિશેષ ઊજવણી કરવામાં આવી . 10/8/1951 રાતીદેવળી પ્રાથમિક શાળાનો સ્થાપના દિવસ છે. આજરોજ શાળાનો 73મો જન્મદિવસ ઉજવવામાં આવ્યો. આ શુભ અવસરે બાળકોએ શાળાનું આબેહુબ ચિત્ર દોર્યું. વિવિધ કાર્ડ પણ બનાવ્યા. રાતીદેવળી ક્ષત્રીય મહિલામંડળ દ્વારા શાળાની શુભેચ્છક મુલાકાત લેવામાં આવી.

આમ, આ ત્રિવિધ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં  આચાર્ય રજીયાબેન હેરંજા  તથા શિક્ષક ઋષિરાજસિંહ ઝાલા, ગીતાબેન વાઘેલા, કુમુદબેન મકવાણા,  પલ્લવીબેન બોડા, ડૉ. પાયલબેન ભટ્ટ દ્વારા  જહેમત ઊઠાવવામાં આવી.

આ સમાચારને શેર કરો