Placeholder canvas

રાજ્યમાં આગામી 5 દિવસ છુટા છવાયા વરસાદની આગાહી…


રાજ્યમાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે મેઘરાજાએ શરૂઆતથી ગુજરાતની ચારેય દિશામાં ધોધમારથી લઈને સાંબેલાધાર વરસાદ વરસાવ્યો છે. ત્યારે ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં એકથી બે સ્થળે ભારે વરસાદી ઝાપટું પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે. હાલ રાજસ્થાન તરફ એક સર્ક્યુલેશન સક્રિય છે ત્યારે આ સર્ક્યુલેશનના કારણે સામાન્ય વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આગામી 5 દિવસ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. રાજ્યમાં હાલ ભારે વરસાદની કોઈ સંભાવના નથી. અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટો છવાયો વરસાદ રહેવાની શક્યતા જોવા મળી રહી છે. હાલ એક સર્ક્યુલેશન છે તે રાજસ્થાન તરફ છે જેને કારણે રાજ્યમાં સામાન્ય વરસાદ વરસી રહ્યો છે.

આ સમાચારને શેર કરો