Placeholder canvas

વાંકાનેર: રાણેકપર પ્રાથમિક શાળાના ધો.8ના બાળકોનો દીક્ષાંત સમારોહ યોજાયો.


વાંકાનેર: આજે 1 એપ્રિલ એટલે આમ તો એપ્રિલ ફૂલ ડે પણ આજના દિવસે 1912 માં આપણા ભારત દેશ ના દિલ્હી ને રાજધાની અને પ્રાંત જાહેર કરાઈ હતી.તથા 1973 માં પ્રોજેક્ટ ટાઈગર વાઘ ના સંરક્ષણ માટે શરૂ થયો હતો. આ પાવન દિવસે ધો.8ના બાળકોને વિદાય આપવા શાળા ના તમામ ભૂલકાઓ સાથે લીલાધરા યોગાશ્રમ ખાતે પગપાળા યાત્રામાં આયોજન કર્યું હતું. જ્યાં જઈ બાળકોએ ધોરણ 8 ના બાળકોની મીઠી યાદી તાજી કરી.

કાર્યક્રમનું સંચાલન નરેન્દ્રભાઈ કુબાવતે કર્યું. બાળકોને વિદાયમાં આપવા શાળા તરફથી શૈક્ષણિક કીટ ભેટ રૂપે આપવામાં આવી. ધો.8ના બાળકો દ્વારા પણ શાળાને સુંદર સરસ્વતી માતાજીની મૂર્તિ પ્રતીક ભેટરૂપી અપાય. આ કાર્યક્રમના અંતે શાળાના શિક્ષકો દ્વારા બાળકોને ઉજવળ ભવિષ્ય થાય અને હંમેશા સતત આગળ વધતા રહે તેવી શુભકામનાઓ આપવામાં આવી.

આ કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય પનારા અનિલભાઈ, અશ્વિનસાહેબ, રણજીતસાહેબ તથા અંજનાબેને ખૂબ જહેમત ઉઠાવી હતી. શાળાના હર હમેશ દાતા એવા આચાર્ય અનિલભાઈ અને તેમના ધર્મપત્ની હેતલબેન દ્વારા શાળાની ધો.8 ની બહેનોને કુકર ભેટમાં આપવામાં આવ્યા હતા. અંતમાં શાળાના શિક્ષકો દ્વારા નાસ્તો કરાવવામા આવ્યો હતો.

આ સમાચારને શેર કરો