રાજકોટ: જયરાજ પ્લોટમાં મારવાડી કારીગરના બંધ મકાનમાં સાડાબાર લાખની ચોરી.

રાજકોટ: જયરાજ પ્લોટમાં એક મારવાડી કારીગરના બંધ મકાનમાંથી રૂ.૧૨.૫૦ લાખની ચોરી થયાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ રાજકોટના જયરાજ પ્લોટ માં એક મારવાડી કારીગરના મકાનમાં રાત્રે તાળા તોડી તસ્કરો સોનાના દાગીના અને રોકડ ઉઠાવી ગયા છે. આ મારવાડી પરિવાર લગ્ન પ્રસંગમાં રાજસ્થાન ગયો હતો.

આ ચોરીની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ કરી હતી અને ચોર પકડવા માટેની ગતી વિધી શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો