મહેસુલી કર્મચારીઓના આંદોલનનો ગમે તે ઘડીએ અંત
ગાંધીનગરમાં કર્મચારી નેતાઓ સાથે મહેસુલ સચીવની વાતચીત: મુખ્યમંત્રી પણ દરમ્યાનગીરી કરશે.
રાજયભરમાં ચાલી રહેલા મહેસુલી કર્મચારીઓના આંદોલનનો ગમે ત્યારે અંત આવે તેવા સંકેત છે. આજે ગાંધીનગરમાં રાજયભરમાંથી એકઠા થયેલા હજારો મહેસુલી કર્મચારીઓ એકત્ર થયા હતા.
તેઓ ગાંધીનગરના ઘ-0 થી તેમની રેલી કાઢીને સત્યાગ્રહ છાવણી સુધી પહોંચવા આગળ વધી રહ્યા હતા તે સમયે જ તેમના અગ્રણીઓને મુખ્યમંત્રી કાર્યાલયમાંથી સંદેશો આવતા પાંચ નેતાઓ મહેસુલ સચીવને મળવા ગયા છે અને બાદમાં તેઓ મુખ્યમંત્રીને પણ મળશે તથા સાંજ સુધીમાં આ આંદોલન પાછુ ખેંચી લેવાઈ તેવા સંકેત છે.