Placeholder canvas

રાજકોટ:શાપરમાં બિલ્ડરની સાઇટ પર ખંડણી માટે કુખ્યાત ત્રિપુટીનો આતંક

શાપરમાં રાજકોટના બિલ્ડરની સાઈટ પર ત્રિપુટીએ આતકં મચાવી અહીં કામ કરનાર કર્મચારીઓને મારમારી .૧૫,૦૦૦ ની લૂંટ ચલાવી હતી.ઓફિસમાં તોડફોડ કરી .૮૦ હજારનું નુકસાન કયુ હતું.આટલેથી ન અટકતા આ ત્રિપુટીએ ધમકી આપી હતી કે, આ સાઈટ ચલાવવી હોય તો બે કરોડ અમને આપો નહીંતર તમારી સાઈટની ઓફિસ સળગાવી નાખીશુ. આ મામલે રાજકોટમાં રહેતા યુવાનની ફરિયાદ પરથી શાપર પોલીસે ગુનો નોંધી આતકં મચાવનાર આ ત્રિપુટીને તાકીદે ઝડપી લઇ તેની આકરી સરભરા કરી તેમના પર સવાર ગુંડાગીરીનું ભૂત ઉતારી નાખ્યું હતું. આ ટોળકીએ અન્ય કોઈ બિલ્ડરો પાસેથી આ રીતે ખંડણી ઉઘરાવી છે કે કેમ? તે બાબતે પણ પોલીસ ઐંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટના હરિ ઘવા રોડ પરની ગોપવંદના સોસાયટી નજીક રહેતા અને વ્રજ ઇન્ફ્રાસ્ટ્રકચર નામની પેઢીમાં નોકરી કરતા અંકિત દિનેશભાઇ બારસિયા (ઉ.વ.૩૦)એ શાપર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અશ્વિન ધુડા, સમીર ઉર્ફે વિજય ગોસ્વામી અને રવિ મકવાણાના નામ આપ્યા હતા. જે ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે આઈપીસીની કલમ ૩૮૬, ૩૨૪, ૩૨૩,૪૨૭, ૪૫૨, ૫૦૪ તથા જીપીએકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો હતો.

યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, શનિવારે સવારે નવ વાગ્યે શાપર નજીક પરડીમાં શીતળા મંદિરના બ્રિજ પાસે નવી બની રહેલી ઊર્જા –૧૪ સાઇટની ઓફિસે હતો ત્યારે પેઢીના કોન્ટ્રાકટર અજય બેડવા તથા સુપરવાઇઝર આશિષ ગઢિયા પણ ઓફિસે પહોંચ્યા હતા, ત્રણેય કર્મચારી બેઠાં હતા ત્યારે અશ્વિન ધુડા સહિતના ત્રણેય આરોપી ઓફિસમાં ઘૂસી ગયા હતા અને લોખંડના સળિયાથી ઓફિસના તમામ કાચ ફોડી નાખ્યા અને અંકિતને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા.

ત્યારબાદ આરોપીઓએ પેઢીના અન્ય બે કર્મચારી અજય તથા આશિષને સળિયાના ઘા ઝીંકતા બંને કર્મચારી લોહીલુહાણ થઇ ગયા હતા. ઓફિસમાં આતકં મચાવી ત્રિપુટીએ જેટલી રોકડ હોય તે કાઢી આપવાની ધમકી દેતા ગભરાઇ ગયેલા ત્રણેય કર્મચારીએ પોતાના ખિસ્સામાંથી રોકડા .૧૫ હજાર કાઢીને માથાભારે શખસોને આપી દીધા હતા, લૂંટ ચલાવીને જતી વખતે માથાભારે શખસોએ ધમકી આપી હતી કે, તમારા શેઠને કહેજો કે જો તમારે આ સાઇટ ચલાવવી હોય તો .૨ કરોડ અમને આપવા પડશે નહીંતર તમારી આ સાઇટની ઓફિસ સળગાવી નાખીશું. ઓફિસમાં ધમાલ અને લૂંટ ચલાવી ત્રણેય આરોપી નાસી ગયા હતા.બાદમાં આ ઘટનાની જાણ પેઢીના માલિક થતા તેઓ સ્થળ પર દોડી ગયા હતા અને ઘવાયેલા અજય અને આશિષને હોસ્પિટલમાં ખસેડા હતા.

બનાવના પગલે શાપરના પીએસઆઇ કે.એ.ગોહિલ,પીએસઆઇ વી.બી.બરબસિયા તથા સ્ટાફે ત્રણેય આરોપીઓ અશ્વિન વાલજીભાઈ ધુડા (ઉ.વ ૨૨ રહે. હાલ પારડી મૂળ બાલવા તા.જામજોધપુર), રવિ દિલીપભાઈ મકવાણા (ઉ.વ ૨૫ રહે. હાલ પારડી,મૂળ બુટાવદર તા.જામજોધપુર) અને સમીર ઉર્ફે વિજય શંકરભાઈ ગોસ્વામી (ઉ.વ ૩૨ રહે આંબેડકરનગર ૧૫૦ ફટ રીંગ રોડ આસ્થા રેસીડેન્સી પાસે રાજકોટ મૂળ.જુનાગઢ)ને ગણતરીની કલાકોમાં ઝડપી લઇ ત્રણેયની આકરી સરભરા કરી હતી. આ ત્રિપુટી આ પ્રકારે અન્ય કોઈ બિલ્ડરો પાસેથી ખંડણી પડાવી છે કે કેમ? તેમજ ત્રિપુટીની અન્ય કોઈ ગુનામાં સંડોવણી છે કે કેમ? તે અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

સમીર ઉર્ફે વિજય સામે ૨૦,અશ્ર્વિન સામે ૧૨ ગુના નોંધાઈ ચૂકયા છે
પારડી પાસે રાજકોટના બિલ્ડરની સાઈટ પર ખંડણી પડાવવા માટે ત્રિપુટીએ આતકં મચાવ્યો હતો. જેને ગણતરીની કલાકોમાં શાપર–વેરાવળ પોલીસે ઝડપી લીધી હતી. આ ત્રિપુટી લાંબો ગુનાહિત ઇતિહાસ ધરાવતી હોવાનું માલુમ પડું છે. આરોપીઓ પૈકી રાજકોટના સમીર ઉર્ફે વિજય સામે મારામારી દા સહિતના ૨૦ ગુનાઓ નોંધાઈ ચૂકયા છે, યારે અશ્વિન ધુડા સામે ૧૨ ગુના અને રવિ ચાર જેટલા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયો હોવાનું જાણવા મળ્યું છે.

આ સમાચારને શેર કરો