Placeholder canvas

મોરબી જિલ્લામાં આજે 12 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, 3 દર્દી થયા ડિસ્ચાર્જ

આજે મોરબી જિલ્લામાં 12 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં મોરબી શહેરમાં નવ અને મોરબી ગ્રામ્ય વિસ્તારમાં બે આમ મોરબી તાલુકામાં કુલ 11 કેસ આજે નોંધાયા છે અને માળીયા મીયાણા તાલુકામાં આજે 1 કેસ નોંધાયો છે જ્યારેવાંકાનેર ટંકારા અને હળવદ તાલુકામાં આજે એક પણ કેસ નોંધાયા નથી.

મોરબી જિલ્લામાં 975 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી 12 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમની સામે આજે મોરબીમાંથી ત્રણ દર્દી ડિસ્ચાર્જ થયા છે. હાલમાં મોરબી જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 32 છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/IqRnCMZ4qWuIYwQK1nw6um

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો