Placeholder canvas

રાજકોટ: BRTS રૂટ પર ઘોડે સવારી કરનાર પાંચ શખ્સોને પક્કડી પાડતી પોલીસ

રાજકોટ: શહેરના 150 ફૂટ રિંગ રોડમાં બી.આર.ટી.એસ.રૂટ પર ઘોડેસવારી કરતા યુવાનોનો વીડિયો વાઇરલ થયો હતો.જેમાં 6 ઘોડા સાથે 6 યુવાનોએ નિયમો નેવે મૂકી ઘોડેસવારી કરતા જોવા મળ્યા છે.જોકે આ અંગે પોલીસે તપાસ શરૂ કરી કુલ ચાર પાંચ શખ્સોને ઝડપી કાર્યવાહી શરૂ કરી હતી.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર,150 ફૂટ રિંગ રોડ પર બી.આર.ટી.એસ. રૂટમાં અવાર-નવાર ધૂમ સ્ટાઇલ બાઈક પૂરપાટ ઝડપે જતી કાર વગેરે જોવા મળે છે.આ કારણે ઘણી વખત નાના-મોટા અકસ્માત પણ થતા હોય છે.આવા વાહનો કે કોઈ વ્યક્તિ બી.આર.ટી.એસ. રૂટમાં ઘૂસી ન જાય તે માટે ખાસ સિક્યુરિટી ગાર્ડ પણ રખાયા છે.જોકે બધા નિયમો નેવે મૂકી કેટલાક લોકો બી.આર.ટી.એસ. રૂટમાં પોતાનું વાહન લઈ ઘૂસી જતા હોય છે.વીડિયો બનાવવા યુવકોએ જોખમી સ્ટંટ કર્યા ત્યારે હવે બી.આર.ટી.એસ. રૂટમાં ઘોડેસવારો ઘૂસી ગયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ દોડતી નથી તેમજ વીડિયો ગાંધીગ્રામ પોલીસ મથક વિસ્તારનો હોવાનું જાણવા મળતા પીઆઇ જે.ડી.ઝાલાની રાહબરીમાં પીએસઆઈ જે.જી.રાણા,ખોડુભા જાડેજા,રવિભાઈ વાસદેવાણી, સલીમભાઈ મકરાણી અને ગોપાલભાઈ પાટીલ સહિતના સ્ટાફે બાતમીને આધારે ઘોડેસવારી કરતા રાજ નિર્મળભાઇ શિયાર (રહે. પરાપીપળીયા),કેતન સોનારા (રહે. ખંઢેરી), સુરેશ નિર્મળભાઇ ડાંગર (રહે.પરાપીપળીયા),જનક મુળુભાઇ ડાંગર (રહે.ખંઢેરી) અને રાજેશ રાયધનભાઇ હુંબલ (રહે. પરાપીપળીયા)ની ધરપકડ કરી હતી.

જ્યારે અન્ય એક શખ્સની શોધખોળ આદરી છે.આ ગુન્હામાં હેડકોન્સ્ટેબલ રવિભાઈએ ફરિયાદી બની છ ઘોડેસવાર સામે ગુન્હો નોંધાવ્યો હતો.ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરતા તમામે કબૂલાત આપી હતી કે અમોને ખબર નહોતી અમારી ભૂલ થઈ ગઈ હતી.જોકે હાલ વધુ એક શખ્સની શોધખોળ આદરી હતી.

આ સમાચારને શેર કરો