વાંકાનેર: શનિવારે હનુમાન જયંતી અને વેલનાથ બાપુ જયંતી નિમિતે શોભાયાત્રાનું આયોજન
વાંકાનેર : આગામી શનિવારે હનુમાન જન્મ જયંતી સાથે વેલનાથ બાપુ જન્મ જયંતી હોવાથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી તા.16ને શનિવારના રોજ સવારે 8 વાગ્યે વેલનાથ બાપુ જન્મ જયંતી અને હનુમાન દાદા જન્મ જયંતી નિમિત્તે શોભાયાત્રા યોજવામાં આવશે.આ શોભાયાત્રા નવા ધમલપર ગેલ માતાજી મંદિરના ભૂવા પરસોતમભાઇ બાવરવાના હસ્તે પ્રસ્થાન થશે.
આ શોભાયાત્રા હસનપર,શક્તિપરા,મિલ પ્લોટ,વીછીપરા થી નીકળી ધમલપર નં.2 વેલનાથ બાપુના મંદિર ખાતે શોભાયાત્રા પૂર્ણ થશે.આ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં જોડાવા લોકોને જાહેર આમંત્રણ છે.
કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…
કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews