વાંકાનેર મામલતદાર અને નાયબ મામલતદાર થયા કોરોના સંક્રમિત
વાંકાનેર: તાલુકા સેવાસદન ખાતે મામલતદાર અને નાયબ મામલતદારને કોરોના જેવા લક્ષણો દેખાતા તેઓ ટેસ્ટ કરાવતા વાંકાનેરના મામલતદાર અને નાયબ મામલતદાર બન્નેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે.
મળેલી માહિતી મુજબ વાંકાનેરના મામલતદાર એસ.આર. કેલૈયા અને નાયબ મામલતદાર બી.એસ.પટેલ બન્ને કોરોના પોઝિટિવ થયા છે. નાયબ મામલતદાર બી.એસ.પટેલ સાથે ટેલિફોનિક વાત કરતાં તેઓએ પોઝિટિવ હોવાનું જણાવ્યું હતું. જ્યારે મામલતદાર છેલ્લા ત્રણેક દિવસથી ઓફિસે આવતા ન હોય અને તેમની પૂછપરછ કરતાં તેઓ પણ પોઝિટિવ હોવાની માહિતી મળી છે.
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GsBqX6cRF12KKTEXxUWMTQ
ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…