Placeholder canvas

રંગીલા રાજકોટમાં આજથી લોકમેળો શરૂ: મેદાનમાં પાણીના ખાબોચિયા અને ગારા-કીચડનું સામ્રાજ્ય

આજે મુખ્યમંત્રી લોકમેળાને ખુલ્લો મૂકશે પરંતુ મેળાના પ્રારંભના આગલા દિવસે પણ મેદાનમાં પાણીના ખાબોચિયા અને ગારા-કીચડનું સામ્રાજ્ય હતું. - Divya Bhaskar

રંગીલા રાજકોટની ઓળખસમા લોકમેળાનો આજે એટલે તા.17ને બુધવારે મુખ્યમંત્રી લોકમેળાને ખુલ્લો મૂકશે. આજે મુખ્યમંત્રી લોકમેળાને તો ખુલ્લો મૂકશે પરંતુ મેળાના પ્રારંભના આગલા દિવસે પણ મેદાનમાં પાણીના ખાબોચિયા અને ગારા-કીચડનું સામ્રાજ્ય હતું.

સૌરાષ્ટ્રભરમાંથી લાખો લોકો મેળાનો લાભ લેવાના હોય, લોકો આનંદ પ્રમોદથી મેળો માણી શકે અને ટ્રાફિકની મુશ્કેલી સર્જાઇ નહીં તે માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, જે મુજબ 17 રસ્તા બંધ કરાયા છે, આ ઉપરાંત મેળામાં આવતા લોકો પાર્કિંગના નામે લૂંટાઈ નહીં તે માટે 18 સ્થળે ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે તો લોકમેળા નજીકના ચાર રસ્તા વાહનની અવર જવર માટે ખુલ્લા રાખવામાં આવ્યા છે.

લોકમેળા દરમિયાન રેસકોર્સ રિંગ રોડ ફરતે તમામ વાહનોની 10 કિ.મી.થી વધુ ઝડપ રાખી શકાશે નહીં. આ જાહેરનામું લોકમેળો પૂરો થાય ત્યાં સુધી તા.21 સુધી અમલી રહેશે અને જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસ કાર્યવાહી કરશે.

આ રસ્તાઓ પરથી વાહનોને નો-એન્ટ્રી
બહુમાળી ભવન સર્કલથી પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ સુધી, પોલીસ હેડ ક્વાર્ટરથી જૂની એનસીસી ચોક, તેમજ અહીંથી આમ્રપાલી અંડરબ્રિજ સુધી, ચાણક્ય બિલ્ડિંગ ચોકથી બહુમાળી ભવન ચોક, બહુમાળી ભવન ચોકથી જિલ્લા પંચાયત ચોક, જિલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન, ટ્રાફિક શાખાથી પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ સહિતના રસ્તા પરથી વાહનોની અવર જવર કરી શકાશે નહીં.

રાજકોટના લોકમેળાને તૈયારી અને હાલ હવાલનો જુઓ વિડિયો…
આ સમાચારને શેર કરો