Placeholder canvas

રાજકોટ: રામવનનું આજે લોકાર્પણ કરશે: 28મી સુધી નિ:શુલ્ક પ્રવેશ.

રાજકોટના પ્રસિદ્ધ લોકમેળાનો આરંભ બુધવાર સાંજથી થઈ રહ્યો છે અને તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શહેરમાં આવી રહ્યા છે અને આ સાથે શહેરના વધુ એક પિકનિક સ્પોટ એવા રામવનનું લોકાર્પણ સહિતના મનપાના પણ કાર્યક્રમોમાં ભાગ લેશે. મુખ્યમંત્રી સાંજે 5.30 કલાકે રાજકોટના લોકમેળાનો આરંભ કરાવશે. આ પહેલા બપોરે તેઓ રાજકોટ પહોંચીને સીધા આજી ડેમ કિસાન ગૌ શાળા પહોંચશે જ્યાં નવનિર્મિત રામવનનું લોકાર્પણ કરશે આ સાથે તા.28 સુધી રામવનમાં લોકોને વિનામૂલ્યે પ્રવેશ અપાશે તેવી જાહેરાત કરાઈ છે.

અર્બન ફોરેસ્ટ પ્રોજેક્ટ હેઠળ રામવનનું 13.77 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ કરાયું છે જેની થીમ માટે શ્રીરામના જીવન પરથી પ્રેરણા લેવાઈ છે. જેમાં અલગ અલગ પ્રતિકૃતિઓ મુકાઈ છે. આ વનમાં 80,000 વૃક્ષ વાવવામાં આવ્યા છે અને તે માટે અલગ અલગ 25 બ્લોક બનાવાયા છે જેમાં રાશિ આધારિત વૃક્ષથી માંડી આયુર્વેદિક બ્લોક પણ છે. બે બ્લોકમાં મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરાયું છે. રામવનના લોકાર્પણ બાદ નવી 23 ઈલેક્ટ્રિક બસને ફ્લેગ ઓફ કરશે તેમજ ચાર્જિંગ સ્ટેશનનું લોકાર્પણ કરશે.

સૌથી પહેલા સમાચાર વાંચવા અને જાણવા માટે કપ્તાન ન્યુઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો. કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ play store માંથી ફ્રી માં ડાઉનલોડ કરી શકશો…

કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો