skip to content

રાજકોટ: પ્રેમી બહારગામ હોવાથી તેના મિત્રોએ સગીરા પર આચર્યું દુષ્કર્મ

રાજકોટ: શહેરના આકાશવાણી ચોક પાસે રહેતી ધો.10માં અભ્યાસ કરતી સગીરા ઘરે માતા સાથે ઝઘડો કરી નીકળી ગયા બાદ સગીરાએ પ્રેમીની ફોન કરતા તે બહાર ગામ હોઇ તેણે પ્રેમીના મિત્રને મદદ માટે મોકલતા આ રિક્ષાચાલકે તેણીને ફેરવી હતી અને બાદમાં રૈયાધારની ઓરડીમાં લઇ જઇ દુષ્કર્મ ગુજાર્યુ હતું. એ પછી પ્રેમીના બીજા મિત્રએ પણ ત્યાં આવી દુષ્કર્મ આચર્યુ હતું.

બીજા દિવસે ઘરે પહોંચેલી આ સગીરાએ બનાવ અંગે માતા-પિતાને જાણ કરતા હતપ્રભ બની ગયા હતા. મામલો પોલીસ સુધી પહોંચતા અપહરણ, બળાત્કાર, પોકસો હેઠળ ગુનો નોંધી બે ભરવાડ શખ્સોને દબોચી લઇ કાયદાનું ભાન કરાવ્યું હતું.

મળેલ માહિતી મુજબ આકાશવાણી ચોક પાસે રહેતી ધો.10માં અભ્યાસ કરતી સગીરા બે દિવસ સુધી ગુમ રહ્યા બાદ સોમવારે ઘરે પહોંચી હતી. માતા-પિતાએ તેની પુછપરછ કરતા જે વિગતો વર્ણી હતી તેનાથી બધા ખળભળી ગયા હતા. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.ઠાકર તથા મહિલા પીઆઇ એસ.આર.પટેલની ટીમે સગીરાને સાંત્વના પાઠવી શાંતિપૂર્વક રીતે માહિતી મેળવી હતી. જેમાં સગીરાની કેફીયત સાંભળી પોલીસ પણ ચોંકી ગઇ હતી.

સગીરાએ કહ્યું હતું કે, પોતે ઘરેથી નીકળી ગઇ હતી અને એ પછી પ્રેમી રાહુલને પોતાને લઇ જવા માટે ફોન કર્યો હતો. પરંતુ તેણે એક વખત વાત કર્યા બાદ ફોન રીસીવ ન કરતા તેણીએ પ્રેમીના મિત્ર દિનેશ ભરવાડને ફોન કરી મદદ માંગતા તે પણ દૂર હોઇ તેણે બીજા મિત્ર રિક્ષાચાલક મુકો ઉર્ફે પ્રિતમ ભરવાડને મદદ માટે કોલ કર્યો હતો. મુકો ઉર્ફે પ્રિતમે સગીરાને રીક્ષામાં બેસાડી રેસકોર્ષ રીંગ રોડ તથા બીજા વિસ્તારમાં ફેરવી હતી અને રૈયાધારની પાછળ નવા બનતા બિલ્ડીંગ પાસે મજુરની ઓરડી ખાલી પડી હોય તો ત્યાં લઇ ગયો હતો અને બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હતું.

એ પછી મોડી રાત્રે દિનેશ ઉર્ફે રવિ ભરવાડે આવી પણ બળાતકાર ગુજાર્યો હતો. સોમવારે ઘરે પરત ફરેલી સગીરાનું નિવેદન લઇ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દિનેશ ઉર્ફે રવિ છેલ્લાભાઇ ઘોળીયા (ઉ.વ.19) (રહે.ગાંધીગ્રામ શાસ્ત્રીનગર 10/20) તથા મુકો ઉર્ફે પ્રિતમ રઘુભાઇ અલગોતર (ઉ.વ.22) (રહે.રૈયાધાર જય ભીમ ચોક)ની ધરપકડ કરી હતી. દિનેશ છુટક મજુરી કરે છે અને મુકો રીક્ષા હાંકે છે. પોલીસે બંનેને ઝડપી લઇ કોર્ટમાં રજૂ કરી રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Bg9cW6lrckEGLeEs95MWp2
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો