વાંકાનેર: ભાટિયા સોસાયટીના યુવકનું સગપણ ન થવાના કારણે ગળાફાંસો ખાઈ આપઘાત
વાંકાનેર : વાંકાનેરમાં એક યુવકે પોતાનુ સગપણ ન થતું હોવાના કારણે ગળાફાંસો ખાઈ લીધાનો બનાવ સામે આવ્યો છે.
બનાવની મળેલ માહિતી મુજબ વાંકાનેરના ચંદ્રપુર ગામની ભાટિયા સોસાયટીમાં રહેતા 32 વર્ષીય હિરેન દિનેશભાઇ વરાણીયાએ સગપણ ન થતું હોવાના કારણે ગળેફાંસો ખાઈ લેતા તેમનું મોત નીપજ્યું છે.
બાદમાં મૃતદેહને પી.એમ. અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલમાં વાંકાનેર સીટી પોલીસ દ્વારા બનાવની તપાસ હાથ ધરવામાં આવી છે.