Placeholder canvas

રાજકોટનો આજી ૧ ડેમ ઓવરફ્લો…

રાજકોટ : ગઈ મોડી રાત્રીથી રાજકોટ જિલ્લાના જસદણ, ગોંડલ, કોટડા તથા રાજકોટ તાલુકાના અનેક ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો. જેથી ઉપરવાસના પાણીની ડેમોમાં આવક ચાલુ છે. રાજકોટના જીવાદોરી સમાન આજી ૧ ડેમ ઓવરફ્લો થયો.

રાજકોટનો આજી-૧ ડેમ ૧૯મી વખત ઓવરફ્લો, ૧૦૦ ટકા ભરાયો : હાલ ડેમમાં ૧૪૭૯૬ ક્યુસેકના પ્રવાહની આવક છે : રાજકોટના બેડી, થોરાળા, મનહરપુરા, રોણકી વિસ્તારના લોકોને સાવચેત કરાયા.

રાજકોટ શહેરને પીવાનું પાણી પુરવઠો પૂરો પડતો આજી-૧ જળાશય ઓવરફ્લો થયેલ છે. જેના પગલે રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની ટીમો દ્વારા આજી નદીના કાંઠા અને નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા અને સાવચેત રહેવા સતત માઇક સાથેના વાહનો ફેરવી એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે.

આ સમાચારને શેર કરો