વરસાદનું આગમન: રાજકોટમાં પડયો વરસાદ…
સૌરાષ્ટ્રમાં વરસાદનું આગમન થઇ ગયું છે, આજે સાંજના સમયે રાજકોટમાં વરસાદ પડયો ગયુ, થોડા ગરમીના મહોલમાં ઠંડક પ્રસરી ગઈ…
સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં 15 જૂન પછી વરસાદનું આગમન થતું હોય છે પરંતુ આજે સાંજના સમયે રાજકોટમાં વરસાદ પડ્યો છે, અમુક વિસ્તારમાં તો અડધા ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે આમ અડધોથી પોણો કલાક સુધી રાજકોટમાં ધીમીધારે વરસાદ રણકોટ પર હેત વરસતો રહ્યો હતો. આમ વરસાદના આગમનમાં વરસાદે ખેડૂતોને કહી દીધું કે હું આવું છું તૈયારી કરી લેજો…
રાજકોટમાં વરસાદ પડતાં લોકો ખુશ થયા હતા અને ગરમીમાં રાહત પણ મળી હતી સાથોસાથ આ વર્ષે સારો વરસાદ પડશે તેવી આશા છે અને આ રાજકોટમાં પડેલા વરસાદથી સારી આશાના બંધાતા ખેડૂતો રાજીના રેડ થઈ ગયા હતા.