ગોલા ખાતા પહેલા ચેતજો:રાજકોટમાં 5 ગોલાના ધંધાર્થી પાસેથી 83 કિલો વાસી માવો રબડી મળી
ઉનાળાની ઋતુ દરમિયાન આઇસગોલાનો ધંધો હું બહાર ખીલે અને લોકો રીતસરના ગોલા ખાવા માટે પડાપડી કરતા હોય છે. ગઈકાલે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા રાજકોટ ખાતે આવેલ આઇસગોલાનું વેચાણ કરતી 5 પેઢીમાં તપાસ દરમિયાન બિન આરોગ્યપ્રદ સ્થિતિમાં સંગ્રહ કરેલા માવા અને કસ્ટર્ડ પાઉડર મિશ્રિત રબડીનો 83 કિલો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.
આ 5 આઇસગોલાના ધંધાર્થીની ત્યાંથી વાસી માવો અને રબડી મળી
- આઝાદ હિન્દ ગોલાવાલા, ત્રિકોણબાગ પાસે- 6 કિલો માવા રબડીનો નાશ
- રામ ઔર શ્યામ ગોલાવાલા, પેલેસ રોડ- 8 કિલો માવા રબડીનો નાશ
- રામ ઔર શ્યામ ગોલાવાલા, કેનાલ રોડ- 22 કિલો માવા રબડીનો નાશ
- રામકૃપા ગોલાવાલા, પીપળીયા હોલ પાસે, બોલબાલા માર્ગ- 32 કિલો માવા રબડીનો નાશ
- આઝાદ હિન્દ ગોલાવાલા, પટેલ વાડી સામે, વાણિયાવાડી- 15 વાસી માવા રબડી તથા માવાનો નાશ
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે મોરબી રોડ, સેટેલાઈટ ચોક વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 20 ફૂડ બિઝનેસ ઓપરેટર દ્વારા વેચાણ થતાં ઠંડાપીણાં, આઇસ્ક્રીમ, પ્રિપર્ડ ફૂડ તથા ઉપયોગમાં લેવાતા ખાદ્ય તેલ વગેરેના 26 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. જેમાં 10 પેઢીને લાયસન્સ અંગે નોટિસ આપી હતી. તેમજ પેડક રોડ પર રવિરાજ રેફ્રીજરેશનમાંથી વિમલ બ્રાન્ડ કાજુ ગુલકંદ આઇસ્ક્રીમનું 100 ML પેકેટનો નમૂનો લેવામાં આવ્યો હતો