Placeholder canvas

વાંકાનેરમાં છાંટા સિંધાવદર પંથકમાં અડધો/પોણો ઇંચ વરસાદ…

વાંકાનેર: આજે સાંજના ચાર વાગ્યાની આસપાસ વરસાદી વાતાવરણમાં મંડરાયું હતું, હમણાં વરસાદ આવશે એવું લાગતું હતું તેવા સમયમાં વાંકાનેરમાં ઝરમર છાંટા આવ્યા અને સીંધાવદર પંથકમાં સારો એવો વરસાદ પડ્યાના સમાચાર મળી રહ્યા છે.

વાંકાનેર તાલુકાના ખેરવા ગામમાં લગભગ સાડા ચાર વાગ્યાથી કોઈ વધુ પડતો ગાજવેજ કે પવન નહીં એકદમ શાંત રીતે વરસાદ ચાલુ થયો હતો. જે આ લખાય છે ત્યારે પણ વરસાદ ચાલુ હોવાની માહિતી મળી છે. ખેરવામાં અડધાથી પોણા ઇંચ વરસાદ પડ્યા હોવાનું લોકો કહી રહ્યા છે.

જ્યારે પીપળીયા ગામમાં પણ સાંજના સાડા ચાર વાગ્યાની આસપાસ ધીમા પવન સાથે વરસાદ શરૂ થયો હતો, અહીંયા પણ 7-8 એમએમ વરસાદ પડયો હોવાના વાવડ મળ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ખેતીમાં અત્યારે વરસાદની ખાસ જરૂર છે, આ પૂર્વે આવેલ વરસાદમાં વધુ પડતા પવનના કારણે વાડી વિસ્તારમાં ઘણી બધી જગ્યાએ ઇલેક્ટ્રિક થાંભલા પડી ગયા છે, તો ઘણી જગ્યાએ લાઈન ફોલ્ટમાં હોવાના કારણે વાડી વિસ્તારમાં હાલ લાઈટ આવતી નથી. જેમના કારણે ખેડૂત તેમના ઉગેલા પાકને પાણી આપી શકતો નથી. ત્યારે આવા સમયે જો અડધો પોણો હિંચ વરસાદ પડે તો પણ લાભ થાય પરંતુ હવે ખેડૂતો નદીમાં પૂર આવે એવો વરસાદ માંગી રહ્યા છે.

જુઓ વિડિયો…

આ સમાચારને શેર કરો