તીથવામાં શનિવારે નિશુલ્ક આયુર્વેદ અને હોમીઓપેથી સારવાર કેમ્પનું આયોજન

વાંકાનેર: આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત, નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી મોરબીના સૂચન થી વાંકાનેર તાલુકાના તિથવા ગામે આગામી તા. ૨/૭/૨૦૨૨ને શનિવારના રોજ તીથવા તાલુકા શાળામાં નિશુલ્ક આયુર્વેદ અને હોમીઓપેથી સારવાર કેમ્પનું આયોજન કરેલ છે.

આ કેમ્પમાં સરકારી હોમિયોપથી દવાખાના ટંકારાના મેડિકલ ઓફિસર ડો. જે.પી. ઠાકર, સરકારી આયુર્વેદ દવાખાના પીપળીયારાજ ના મેડિકલ ઓફિસર ડો. દિલીપભાઈ વિઠ્ઠલાપરા દર્દી ઓને તાપસીને નિશુલ્ક હોમીઓપેથી તથા આયુર્વેદિક સારવાર આપશે.

આ કેમ્પમાં નીચે મુજબના રોગોની સારવાર આપવામાં આવશે.
(૧) ચામડી ના રોગો :- ધાધર, ખીલ, ખરજવા, ખસ સોરિયાસિસ વિગેરે.
(૨) પેટ આંતરડા ના રોગો :- એસીડિટી, અજીર્ણ, ગેસ, વાયુ, કબજિયાત, મરડો, હરસ, મસા, ફિશર, ભગંદર વિગેરે.
(૩) સાંધા ના રોગો :- ખભા , કાંડા, કોણી , કમર, ગોઠણ નો દુખાવો, સાયટિકા ,વિગેરે.
(૪) કિડની તથા પિત્તાશય ની પથરી :- આ ઉપરાંત માથા ના દુખાવો આધાશીશી, કે અન્ય ચેતા તંતુ ને લગતા રોગો, બીપી, ડાયાબિટીસ વી.

આ કેમ્પમાં તીથવા તેમજ આજૂબાજૂના ગામના ઉપરોક્ત તકલીફ વાળા દર્દીઓ ફ્રીમાં સારવાર અને દવા મેળવી શકશે. આ કેમ્પનો સમય સવારના 9 થી સાંજના 5 સુધી રહેશે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GQNsDXmyva256Dg0yojSpx

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો