વાંકાનેર પંથકમાં વહેલી સવારથી કમોસમી છાંટાછૂટી…

કમોસમી વરસાદ ખેડૂતો માટે પડ્યા પર પાટું સમાન

વાંકાનેર હવામાન ખાતાએ આપેલી આગાહી મુજબ આજથી કમોસમી વરસાદી માહોલ છવાયો છે અને ઘણી બધી જગ્યાએ વરસાદ ખેચાતા છૂટી થયાના વાવડ મળી રહ્યા છે.

આજે વાંકાનેર પંથકમાં વહેલી સવારે કમોસમી વરસાદના છાંટાછૂટી ચાલુ થયા હતા જે ચાલુ-બંધ ચાલુ-બંધ થતા રહ્યા, આ લખાય છે ત્યારે પણ (10:40am) વરસાદના છાંટા ચાલુ છે.

આ છાંટાછૂટી કે વરસાદ ચાલુ થતા ખેડૂતો ચિંતામાં મુકાઇ ગયો છે, પશુનો ચારો વાઢીને ખેતરે પડ્યો છે, ઘણી જગ્યાએ કપાસ વીણવાનો બાકી છે, મગફળીનો ચારો પણ વાડીમાં પડયો છે. નવા વાવેતર કરવાનો સમય છે ત્યારે આ કમોસમી છાંટા કે વરસાદથી ખેતીના પાકમાં ખૂબ મોટી નુકસાની થશે.

એક તો પહેલાથી જ અતિ વરસાદના કારણે ખેતીના તમામ પાકોમાં મોટી નુકસાની ખેડૂતોએ સહન કરી છે, જે થોડું ઘણું બચ્યું છે તે આ કમોસમી વરસાદ બગાડી નાખશે તેવી દહેશત ખેડૂતો ને બેસી ગઈ છે. પણ કુદરત પર છોડીયા સિવાય ખેડૂત પાસે બીજો કોઈ વિકલ્પ નથી… આમ આ કમોસમી વરસાદ ખેડૂતો માટે પડ્યા પર પાટું સમાન છે.

આ સમાચારને શેર કરો