સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર વાદળીયુ વાતાવરણ : શુક્રવાર સુધીમાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં માવઠાની આગાહી

મહારાષ્ટ્ર અને ગોવાનાં દરિયા કિનારા નજીક અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાયુ છે. જેની અસર સૌરાષ્ટ્રમાં દેખાઇ છે અને આજરોજ સૌરાષ્ટ્રનાં વિવિધ ભાગોમાં હવામાન પલ્ટો સર્જાયો છે અને આકાશમાં વાદળો સાથે માવઠાનો માહોલ સર્જાયો છે.

દરમ્યાન હવામાન કચેરીનાં સુત્રોના જણાવ્યા મુજબ આ લો-પ્રેશરની અસરરૂપે આજથી શુક્રવાર સુધી સૌરાષ્ટ્રના દરિયા કિનારાનાં જામનગર, પોરબંદર, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ વિસ્તારમાં માવઠુ થવાની શકયતા છે. જયારે સૌરાષ્ટ્રનાં અન્ય ભાગોમાં શુક્રવાર સુધી વાદળીયુ વાતાવરણ રહેવા સાથે તાપમાન નોર્મલ રહેશે.

શનિવારથી ફરી વાતાવરણ સ્વચ્છ થઇ જશે અને ઠંડીમાં ક્રમશ: વધારો થવા લાગશે. દરમ્યાન આજરોજ સવારથી રાજકોટમાં વાદળીયુ વાતાવરણ છવાઇ ગયુ હતું અને સૂર્ય દેવતાનાં દર્શન દુર્લભ બન્યા હતા.

આ સમાચારને શેર કરો