Placeholder canvas

ડ્રગ્સ કેસ : વધુ ૨૪ કિલો હેરોઈનના જથ્થા સાથે ત્રણ ઈસમો ઝડપાયા

મોરબી ૧૨૦ કિલો હેરોઈન કેસમાં વધુ ૨૪ કિલો હેરોઈન સીઝ કરી રાજસ્થાન અને જોડિયાથી અન્ય ૩ આરોપીઓ ઝડપાયા

મોરબીના ઝીંઝુડા ગામેથી ૧૨૦ કિલો હેરોઈન જથ્થો જપ્ત કરી, આશરે ૬૦૦ કરોડના મુદામાલ સાથે આરોપી મુખ્તાર હુશેન ઉર્ફે જબ્બર હાજી નુરમોહમ્મદ રાવ રહે જોડિયા, સમસુદિન હુશેનમિયા સૈયદ રહે ઝીંઝુડા તા. મોરબી અને ગુલામ હુશેન ઉમર ભગાડ રહે સલાયા દેવભૂમિ દ્વારકા વાળાની ધરપકડ કરી ૧૨ દિવસના રિમાન્ડ મેળવ્યા છે હેરોઈન કન્સાઈનમેન્ટની વધુ તપાસ અને આરોપીની ઝડપાયેલ આરોપીની પૂછપરછ દરમિયાન મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ સહિતના રાજ્યોમાં સક્રિય ડ્રગ્સ સ્મગલર્સની સંડોવણી ખુલી હતી જે હેરોઈન કન્સાઈનમેન્ટમાંથી ૧૨ કિલો જેટલા હેરોઈનના જથ્થાની ડીલીવરી ઇકબાલ ઉર્ફે ઇકબાલ ડાડો ભંગારીયાએ રાજસ્થાન ખાતે કુખ્યાત ડ્રગ માફિયા ભોલા શુટરના માણસો જેમાં અંકિત જાખડ અને અરવિંદ યાદવને કરી હતી બાકીના ડ્રગ્સની ડીલીવરી માટે ઇકબાલ ડાડો રાજસ્થાન ખાતે ભોલા શૂટરના અંકિત જાખડ અને અરવિંદ યાદવને મળવા જવાનો હોવાની બાતમીને આધારે એટીએસ ટીમે ગુજરાત ટીમે રાજસ્થાન ખાતે વોચમાં હતી

દરમિયાન બે આરોપીઓ ઇકબાલ ઉર્ફે ઇકબાલ ડાડો ભંગારીયો અલી મિયા કાદરી રહે બંદર રોડ જામ સલાયા જામનગર અને અરવિંદકુમાર ચુનીલાલ યાદવ રહે રાજસ્થાન વાળાને શિરોહી રાજસ્થાન નજીકથી ઝડપી લેવાયા, આ પકડાયેલ આરોપીની પૂછપરછ દરમિયાન ભોલા શૂટર જે હાલમાં ફરીદકોટ જેલમાં હોય તે અંકિત જાખડ, અરવિંદ યાદવ અને અન્ય માણસો મારફત ડ્રગ્સ રેકેટ ચલાવતો હોય જે તમામ ડ્રગ્સની ડીલીવરી ભોલા શૂટરના માણસો આ બંને ઈસમો કરવાના હતા

ઉપરાંત મોરબીના ડ્રગ્સ કેસમાં વોન્ટેડ આરોપી ઇશા રાવના પુત્ર હુશેન રાવ રહે જોડિયા જામનગર વાળાની પણ ગુન્હામાં સંડોવણી હોય જેથી જોડિયા ખાતેથી આરોપીને દબોચી લઈને વધુ તપાસ હાથ ધરી છે

મોરબી ડ્રગ્સ કેસમાં ઝડપાયેલ આરોપી મુખ્તાર હુશેન ઉર્ફે જબ્બર જોડિયાની પૂછપરછ દરમિયાન હેરોઈન જથ્થો દેવભૂમિ દ્વારકા જીલ્લાના જામકલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે છુપાવેલ હોવાની કબુલાત કરતા એટીએસ ગુજરાત ટીમે આરોપીને સાથે રાખી સ્થળ મુલાકાત લેતા આરોપીએ જગ્યા બતાવી હતી જેમાં રેડ કરતા અનવર ઉર્ફે અનુ મુસા પટેલીયા રહે નાવદ્રા દેવભૂમિ દ્વારકા વાળાના મકાનમાંથી ૨૪ કિલો ગેરકાયદેસર હેરોઈન જથ્થો જેની અંદાજીત કીમત રૂ ૧૨૦ કરોડ ગણાય તે જથ્થો જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

આ સમાચારને શેર કરો