વાંકાનેર

વાંકાનેર: લાકડધાર ખાતે સીરામીક ફેક્ટરીમાં કાર નીચે કચડાતા યુવકનું મોત

વાંકાનેરના લાકડધાર ખાતે આવેલી સીરામીક ફેક્ટરીમાં કામ કરતો યુવાન કાર નીચે કચડાતા મોત થયાની ઘટના સામે આવી છે. જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેરના લાકડધાર ખાતે આવેલી બ્રોવેટ સીરામીકની ફેક્ટરીમાં તા.૨૬ના રોજ ૨૦ વર્ષીય ધર્મેશભાઇ દિનેશભાઇ ભટીયા કામ કરી રહ્યા હતા. એ સમયે કાર નીચે દબાઇ જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો