Placeholder canvas

રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી…

રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી છે. જેમાં કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ રહેશે. તથા ભારે વરસાદની સંભાવના નથી તેમ પણ હવામાન વિભાગે જણાવ્યું છે. ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવના છે.

બનાસકાંઠા, સાબરકાંઠામાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. તેમજ પાટણ, મહેસાણા, બનાસકાંઠામાં વરસાદની આગાહી છે. તથા ડાંગ અને તાપીમાં છૂટાછવાયા વરસાદની સંભાવના રહેલી છે. વરસાદ અંગે કોઇ એલર્ટ નથી. રાજ્યમાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ થઇ શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ તાપીમાં હળવો વરસાદ રહી શકે છે તેવું અનુમાન કરવામાં આવ્યું છે.

જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ એકાદ જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, બોટાદમાં એકાદ જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે. આ સાથે કચ્છમાં પણ એકાદ વિસ્તારમાં વરસાદ થઇ શકે છે. આ વરસાદ સાર્વત્રિક વરસાદ નથી. મનોરમા મોહન્તીએ ઠંડી અંગે જણાવતા કહ્યુ છે કે, માવઠા બાદ રાજ્યનું લઘુત્તમ તાપમાન વધુ ત્રણ ચાર ડિગ્રી ઘટી શકે છે. આજ રાતથી ઠંડી વધશે.

આ સમાચારને શેર કરો