Placeholder canvas

વાંકાનેર: અનુસૂચિત જાતિના તેજસ્વી તારલાઓ અને નવનિયુક્ત સરકારી કર્મચારીઓનો સન્માન કરાયું.

વાંકાનેર: બંધારણ દિવસ નિમિતે વાંકાનેર ખાતે મેઘમાયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, વાંકાનેર દ્વારા સર અમરસિંહજી હાઇસ્કૂલના ઓડિટોરિયમ હૉલ ખાતે તાલુકા કક્ષાનો અનુસૂચિત જાતિના તેજસ્વી તારલાઓ અને નવનિયુક્ત સરકારી કર્મચારીઓનો સન્માન સમારોહનું આયોજન સી. એન. અંબાલીયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હંસાબેન પારઘી ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં ધોરણ-૧૦, ૧૨, વ્યવસાયલક્ષી કોર્ષના, સ્નાતક, અનુસ્નાતક તેમજ મેડિકલ ક્ષેત્રના તેજસ્વી વિધાર્થીઓને શિલ્ડ, પ્રસસ્તીપત્ર અને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ તાજેતરમાં સરકારી સેવામાં જોડાયેલા સમાજના નવયુવાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વાંકાનેર શહેર અને ગ્રામ્ય કક્ષાએથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે વાંકાનેરના પ્રાંત અધિકારીશ્રી એ. એચ. શેરસિયા, વાંકાનેર સિટી પી.આઈ, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી એ.એમ. છાસિયા, અમરસિંહજી હાઇસ્કૂલના આચાર્ય એમ. જી. સોલંકી, પી.એસ.આઈ. જીતુભાઈ ચાવડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખશ્રી વી. એન. ચાવડા, મંત્રી હસુભાઈ મકવાણા, સહ મંત્રી રસિકભાઈ વોરા, સામાજિક આગેવાન પ્રિતેશભાઈ સોલંકી, રઘુભાઈ નગવાડિયા, મૂળજીભાઈ ચાવડા, કમલેશભાઇ બારોટસહિતનાએ જહેમત ઉઠાવી હતી…

આ સમાચારને શેર કરો